Site icon Revoi.in

જામિયા મિલિયા સહિત દેશની 12000 NGOને નવા વર્ષે મોટો ઝટકો, હવે વિદેશી ભંડોળ નહીં મળે

Social Share

નવી દિલ્હી: જામિયા મિલિયા સહિત દેશની 1200 જેટલી NGOને ફટકો લાગ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટું પગલું લેતા જામિયા મિલિયા, ઓક્સફેમ ઇન્ડિયા સહિત 12000 NGOના FCRA લાયસન્સ રદ કર્યા છે.

FCRA લાયસન્સ મારફતે NGO વિદેશી ભંડોળ કે દાન મેળવી શકે છે. જો કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા હવે FCRA લાયસન્સ રદ્દ કરવામાં આવતા હવે તેઓ વિદેશમાંથી આવતા ભંડોળને સ્વીકારી નહીં શકે.

સરકારે જામિયા મિલિયા, ઓક્સફેમ ઇન્ડિયા સહિત દેશના 12 હજારથી વધારે બિન સરકારી સંસ્થાઓ સામેલ છે જેમના ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA) લાઇસન્સ શુક્રવારે એટલે 31 ડિસેમ્બરના રોજ સમાપ્ત થઇ ગયા છે.

ગૃહમંત્રાલય અનુસાર, 6 હજારથી વધારે NGOs પૈકી મોટા ભાગની સંસ્થાઓ દ્વારા લાઇસન્સ રિન્યુઅલ માટે અરજી કરવામાં આવી ન હતી. આ સંસ્થાઓને 31 ડિસેમ્બર અગાઉ FCRA રિન્યુઅલ માટે અરજી કરવા માટે રિમાઇન્ડર મોકલવામાં આવ્યા હતા, પણ અનેક એનજીઓએ આ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન નથી કર્યું.

આપને જણાવી દઇએ કે દેશમાં અત્યાર સુધીમાં 16,829 એનજીઓ રહી છે જેની પાસે FCRA લાઇસન્સ છે. જેમને 31 માર્ચ 2022 સુધી જ રિન્યુઅલ કરવામાં આવ્યા છે. FCRA હેઠળ કુલ 22,762 બિન સરકારી સંસ્થઆ રજીસ્ટર્ડ છે અને આ પૈકી અત્યાર સુધી 6500ની એપ્લિકેશન રિન્યુઅલ માટે આગળ વધારવામાં આવી છે.