- મુંબઇના ઘાટકોપરના એક ગોડાઉનમાં આગ
- ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
- તકેદારી તરીકે લોકોને સલામત સ્થળે ખસેડાયા
નવી દિલ્હી: મુંબઇના ઘાટકોપર વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી છે. જો કે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ છે. આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ થઇ રહ્યો છે. ગત 7 નવેમ્બરે માનખુર્દ વિસ્તારના મંડલા કબાડ બજારમાં ભીષણ આગ લાગી હતી. આ દરમિયાન 10 ટેંકર અને 150 કર્મીઓ આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે 10.30 વાગે ઘાટકોપરના સ્લમ વિસ્તારમાં એક ફર્નિચરના ભંગારની દુકાનમાં આગ ફાટી નીકળી હતી. જે ઘાટકોપરના અસલ્ફા વિસ્તારમાં સ્થિત છે. ઘટનાની જાણ થતા પોલીસ, વોર્ડ સ્ટાફ અને એમ્બ્યૂલન્સ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આગ ધીરે ધીરે વીકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના મકાનો ફેલાઇ હતી.
અત્યારે આસપાસના રહીશોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે. જો કે હજું સુધી આગનું કારણ જાણી શકાયું નથી.