રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીના હસ્તે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કરાયાં
નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2021 માટે નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડ અર્પણ કર્યા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓ માટે માન્યતાના ચિહ્ન તરીકે, ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વર્ષ 1973માં નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ પુરસ્કારોની સ્થાપના કરવામાં આવી હતી.
એએનએમ કેટેગરીમાં અંદમાન નિકોબારના શ્રીમતદી ચંદ્રા મલિક, બિહારના શબ્રુન ખાતુન, દિલ્હીના ગીતા રાની, કર્ણાટકના લક્ષ્મી મેતરે, સુજેદાબાનુ, કેરલાના શીલારાની વીએસ, મહારાષ્ટ્રના મનિષા જાદવ, મણિપુરના થાઈમી સાનાહાનબી, ઓડિસાના દમયંતિ રાઉત, પોંડિચેરીના વી.એનગાલોસીવોરી, રાજસ્થાના ઈન્દુ શુકલા, સિક્કિમના ટીકાદેવી પાંડે, તમિલનાડુના ઈ.મનગમમલ, એસ.સેલવી, ઉત્તરાખંડના ગંગા જોશી, પશ્ચિમ બંગાળના ડોના દાસ, સ્મિતા કારનો સમાવેશ થાય છે.
એલએચવી કેટેગરીમાં અરૂણાચલપ્રદેશના લોંગકુ યાક, કર્ણાટકના પી.એસ.કાવેરી, મહારાષ્ટ્રના રાજેશ્રી પાટીલ, મણિપુરના વારોકમ દેવીનો સમાવેશ થાય છે. આવી જ રીતે નર્સ કેટેગરીમાં અંદમાન-નિકોબારના એસ.વિજ્યા સાયગલ, આંધ્રપ્રદેશના મીરીયાલા જ્હાંસી રાણી, બિહારના નાઝીયા પરવીન, ચંદીગઢના હરીદેર કૌર, ગુજરાતના શ્રી દાફડા ચતુરભાઈ ખીમાભાઈ, વર્ષાબેન રાજપુત, હિમાચલ પ્રદેશના પ્રમીલા દેવી, જમ્મુ-કાશ્મીરના શ્રી અહમદુલ્લાહ વાની, કર્ણાટકના ડો.ઈલસા સંતોમબી દેવી, કેરલાના સુસાન ચાકો, કક્ષદીપના મોહમદ કાસીમ એબી, મહારાષ્ટ્રના અલકા કોરેકર, મહારાષ્ટ્રના અંજલી પટવરધન, મણિપુરના ટીખેલામબામ હેલેન દેવી, મેઘાલયના વીકટોરિયાનેશ, મિઝોરમના વનલાલરોવી, ઓડિસાના ખુલાલા બારીક, સીબાની દાસ, પોંડીચેરીના સરસ્વતિ વી., પંજાબના સુરીનદર કૌર, રાજસ્થાનના શ્રી રામ પ્રસાદ મીણા, સિક્કમના તાશી લમુ શેરપા, ત્રિપુરાના અતશી મજમુદાર, ઉત્તરપ્રદેશના સુમન પાંડે, ગુજરાતના શ્રી જોનીલ મેકવાન, ઉત્તરપ્રદેશના આસી. કોમ્બી. લેસી અચંકુંજુ, દિલ્હીના મીરા મુકુંદ ધોટે અને રાજસ્થાન બ્રીગ. પુનિતા શર્માનો સમાવેશ થાય છે.