Site icon Revoi.in

દેશમાં કોલસાની અછતની વાત નિરાધાર, ભારત વીજળી મામલે સરપ્લસ દેશ: નિર્મલા સીતારમણ

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં અપર્યાપ્ત કોલસા અને તેને કારણે વીજસંકટની સમસ્યાની અટકળો વચ્ચે નાણા મંત્રી નિર્મલા સીતારમણે કોલસા સંકટની વાતને પાયાવિહોણી ગણાવી છે. નાણા મંત્રીએ કહ્યું કે દેશમાં કોલસાની કોઇ અછત નથી.

વિજ સંકટની વાતને ફગાવતા નાણા મંત્રીએ કહ્યું કે, સત્ય તો એ છે કે ભારત વીજળીના મામલે સરપ્લસ એટલે કે જરૂરિયાત કરતાં વધારે ઉત્પાદન કરનારો દેશ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બે દિવસ પહેલા જ વીજળી મંત્રી આર.કે. સિંહ પણ ઑન રેકોર્ડ એ કહી ચૂક્યા છે કે કોલસાની અછત વિશે નિરાધાર અને પાયાવિહોણી ખબરો ચલાવવામાં આવી રહી છે.

દેશમાં મોટા ભાગની જગ્યાએ દેશમાં કોલસાની અછત અને તેને કારણે વીજસંકટ અંગે વાત ચાલી રહી છે. જો સરકારે યોગ્ય પગલાં ઉઠાવ્યા નહીં તો દેશમાં ભારે વીજ સંકટ આવી શકે છે.

અમેરિકાના હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન દેશમાં કોલસાના સંકટ અંગે કહ્યું હતું કે, કોલસાના સંકટની વાત સમગ્ર રીતે નિરાધાર છે અને તેમાં કોઇ તથ્ય નથી. સત્ય તો એ છે કે જ્યાં સુધી મને યાદ છે કે વીજળી મંત્રીએ કહ્યુ હતું કે, દરેક વીજ ઉત્પાદન કેન્દ્રએ પોતાના પરિસરમાં ચાર દિવસનો કોલસો હાજર છે તેવું કહ્યું છે.