- ભારતે તાલિબાન સાથે વાતચીત કરી છે કે કેમ તે અંગે ભારતીય વિદેશ મંત્રીએ આપ્યું નિવેદન
- અમે કાબુલના સંપૂર્ણ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ
- અત્યારે ત્યા હાજર ભારતીયોની સલામતી એ અમારી પ્રાથમિકતા છે
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા અને તખ્તાપલટની સ્થિતિ બાદ હાલની સ્થિતિ પર ભારત સતત નજર રાખી રહ્યું છે તેવું ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે. ભારતનું ધ્યાન અફઘાનિસ્તાનમાં ભારતીયોની સલામતી સુનિશ્વિત કરવા તેમજ નાગરિકોની સુરક્ષિત વાપસી પર છે.
ભારતે તાલિબાન સાથે કોઇ વાતચીત કરી છે કે કેમ તે અંગે જયશંકરે જણાવ્યું હતું કે, આ સમયે અમે કાબુલના ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. તાલિબાન અને તેના પ્રતનિધિઓ કાબુલ પહોંચી ગયા છે, તેથી આપણે ત્યાંથી વસ્તુઓ શરૂ કરવાની આવશ્યકતા છે.
ભારત દ્વારા છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં જે રોકાણ કરાયું છે તે અંગે તેઓએ જણાવ્યું હતું કે, તમે રોકાણ શબ્દનો ઉપયોગ કર્યો…મને લાગે છે કે તે અફઘાન લોકો સાથેના અમારા ઐતિહાસિક સંબંધોને દર્શાવે છે. અત્યારે અમારું ધ્યાન ત્યાં હાજર ભારતીય લોકોની સલામતી સુનિશ્વિત કરવા પર છે.
અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદે એક તાકીદની બેઠક યોજી હતી જેમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ. જયશંકરે ન્યૂયોર્ક પહોંચ્યા હા. જયશંકરે અહીંયા યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ સાથે મુલાકાત દરમિયાન અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.