Site icon Revoi.in

સીરો સર્વેનો ચોથો તબક્કો: દેશમાં 68 ટકા વસ્તી થઇ કોરોના સંક્રમિત

Social Share

નવી દિલ્હી: દેશભરમાં સીરો સર્વે કરવામાં આવ્યો છે. સીરો સર્વે અનુસાર દેશમાં 67.6 ટકા લોકો પોઝિટિવ આવ્યા છે. જેનો અર્થ છે કે આટલા ટકા લોકો પહેલા જ સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે અને તેના શરીરમાં  કોવિડ-19 વાયરસ વિરુદ્વ એન્ટિબોડી વિકસિત થઇ ચૂકી છે. આ સર્વે જૂન-જુલાઇમાં કરવામાં આવ્યો છે.

આ અંગે ICMRના ડાયરેક્ટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે, જૂન-જુલાઇમાં 21 રાજ્યોના 70 જીલ્લામાં રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો કરવામાં આવ્યો હતો. તેમાં 6-17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા. સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં 85 ટકામાં સાર્સ-સીઓવી-2 વિરુદ્વ એન્ટિબોડી મળી છે.

એક તૃતિયાંશ જનસંખ્યામાં સાર્સ-સીઓવી-2 એન્ટીબોડી ન મળી, જેનો અર્થ છે કે આશરે 40 કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે. કોરોના કેસને ધ્યાનમાં રાખતા સરકારે લોકોને કહ્યું કે, સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહે, બિનજરૂરી યાત્રા ટાળે, અને સંપૂર્ણ રસીકરણ બાદ યાત્રા કરે.

આઈસીએમઆરે કહ્યું કે, બાળકો વાયરસના સંક્રમણનો સારી રીતે સામનો કરી શકે છે. પ્રાથમિક વિદ્યાલયોને પહેલા ખોલવા પર વિચાર કરવો યોગ્ય રહેશે.

સીરો સર્વોમાં સામેલ 12,607 લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. 5038 એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને 2631 ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લેનારામાં 89.8 ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં 81 ટકા એન્ટીબોડી બની છે.