Site icon Revoi.in

ગીતા તમને મુશ્કેલીઓને પાર કરવાની શક્તિ પૂરી પાડે છે, યુવા પેઢીઓએ જરૂર વાંચવી જોઇએ: PM મોદી

Social Share

નવી દિલ્હી: પીએમ મોદીએ સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાના કિંડન વર્ઝનને લોન્ચ કર્યું હતું. આ પ્રસંગ પર પીએમ મોદીએ એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો.

આ કાર્યક્રમનું આયોજન ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાના 5 લાખથી વધારે કોપીઓના વેચાણ બાદ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયો છે. સ્વામી ચિદ્ભવાનંદજીની ભગવત ગીતાની હવે 5 લાખ કોપીઓ વેચાઇ ચૂકી છે. જેના સેલિબ્રેશન માટે આ ઇવેન્ટ રાખવામાં આવી હતી.

પીએમ મોદીએ આ દરમિયાન ગીતાના મહત્વને પણ પોતાના સંબંધોનના માધ્યમથી શેર કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ગીતા કેવી રીતે મુશ્કેલ સમયમાં આપણી સાથે હોય છે. સાથે યુવાઓએ પણ ગીતા કેમ વાંચવી જોઇએ તે અંગે જણાવ્યું હતું. ગીતાનું મૂલ્ય ભારત માટે જ નહીં વિશ્વ માટે પણ બહુ મહત્વપૂર્ણ છે.

PM મોદીના સંબોધનના મહત્વના અંશો

(સંકેત)