- ગોવા મુક્તિ દિવસની ઉજવણી
- પીએમ મોદીએ સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં લીધો ભાગ
- પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્વાંજલિ આપી
- અનેક વિકાસ યોજનાઓનું ઉદ્વાટન કર્યું
નવી દિલ્હી: પીએમ મોદી અત્યારે ગોવાના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેમણે પણજીમાં મીરામાર બીચ પર ગોવા લિબરેશન ડેના અવસર પર આયોજીત સેલ પરેડ અને ફ્લાઇપાસ્ટમાં ભાગ લીધો હતો. તે પહેલા પીએમ મોદીએ ગોવાના પણજીના આઝાદ મેદાનમાં શહીદ સ્મારક પર શહીદોને શ્રદ્વાંજલિ આપી હતી. ત્યારબાદ પીએમ મોદીએ અનેક વિકાસ યોજાનાઓનું ઉદ્વાટન કર્યું હતું.
ગોવા મુક્તિ દિવસની ઉજવણી દરમિયાન પીએમ મોદીએ ગોવા અંગે કહ્યું કે, ગોવા આજે ન માત્ર પોતાની મુક્તિની ગોલ્ડન જ્યુબિલી મનાવી રહ્યું છે. તો આજે આપણી સામે સંઘર્ષ પર ગર્વ કરવાની તક છે. આ એક સંયોગ છે કે ગોવાની સ્વતંત્રતાની ડાયમંડ જ્યુબિલી આઝાદીના અમૃત મહોત્સવની સાથે ઉજવાઇ રહી છે. ગોવાની ધરતીને, ગોવાની હવાને, ગોવાના સમુદ્રને પ્રકૃતિનું અદ્વુત વરદાન પ્રાપ્ત થયેલું છે. આજે તમારો બધાનો જોશ, ગોવાની હવાઓમાં મુક્તિના ગૌરવને વધારી રહ્યો છે.
Addressing a public meeting in Goa. https://t.co/gzba2POsrK
— Narendra Modi (@narendramodi) December 19, 2021
પીએમ મોદીએ ગોવાની સ્વતંત્રતા માટેની લડત અંગે કહ્યું કે, જ્યારે દેશના મોટા ભાગોમાં મુગલોનું શાસન અને પ્રભુત્વ હતું ત્યારે ગોવા પોર્ટુગલને આધીન હતું. ત્યારબાદ દેશમાં અનેક સત્તા પરિવર્તન થયા, છતાં ગોવાના લોકોએ સ્વરાજ અને સ્વતંત્રતા માટે અડગ રહીને આંદોલન ચાલુ રાખ્યા. તેઓએ ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય માટે સ્વતંત્રતા માટેની જ્યોત પ્રજવલિત કરીને રાખી હતી.
રાષ્ટ્ર પ્રથમનો હુંકાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત એક એવો ભાવ છે. જ્યાં રાષ્ટ્ર ‘સ્વ’થી ઉપર હોય છે. સર્વોપરિ હોય છે. જ્યાંનો એક માત્ર મંત્ર રાષ્ટ્ર પ્રથમ છે. જ્યાં એક ભારત, શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ હોય છે. આ દરમિયાન સરદારને યાદ કરતા કહ્યું કે, જો સરદાર થોડા વધુ સમય માટે હોત તો ગોવાએ સ્વતંત્રતા માટે વધુ સમય સુધી પ્રતિક્ષા કરવાની નોબત ના આવત. ગોવાએ દરેક વિચારને શાંતિની સાથે વિકસવા દિધો છે.
ગોવામાં પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ તેમના જૂના મિત્ર અને ગોવાના પૂર્વ સીએમ મનોહર પર્રિકરને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમના વ્યક્તિત્વથી જ દેશે જોયું છે કે ગોવાના લોકો કેટલા પ્રમાણિક, પ્રતિભાશાળી અને મહેનતુ છે.