Site icon Revoi.in

શરદીનો રાઇનો વાયરસ કોરોના વાયરસનો ખાતમો કરી શકે છે: સંશોધન

Social Share

નવી દિલ્હી: ભારતમાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હાલમાં ઘરમાં જ રહેવું સુરક્ષિત અને સલામત છે. સંક્રમણથી બચવા માટે બને ત્યાં સુધી માસ્ક પહેરવું અનિવાર્ય બન્યું છે. જે રીતે કોરોના વાયરસને સાર્સ-કોવ-2 કહેવામાં આવે છે, તેમ શરદી પણ એક વાયરસથી જ થાય છે જેને રાઇનો વાયરસ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિરોએ એવો દાવો કર્યો છે કે સામાન્ય શરદી-શીત વાયરસ માનવ શરીરમાંથી કોરોના વાયરસને દૂર કરી શકે છે.

ગ્લાસગો યુનિ. દ્વારા કરાયેલા એક સંશોધન અનુસાર વૈજ્ઞાનિકો માને છે કે, શરદી માટે જવાબદાર રાઇનો વાયરસ હાલના કોરોના વાયરસને પરાજીત કરવાની ક્ષમતા ધરાવે છે. વૈજ્ઞાનિકો અનુસાર, કેટલાક વાયરસો એવા હોય છે કે જે માનવ શરીરમાં ચેપ લગાડવા માટે અન્ય વાયરસ સામે લડે છે અને આમાં સામાન્ય શરદી-શીત વાયરસ સામેલ છે.

વૈજ્ઞાનિકો કહે છે કે શરદીવાળા રાઇનો વાયરસથી ટૂંકા સમય માટે ફક્ત માનવ શરીરને ફાયદો થઈ શકે છે, પરંતુ તે શરીરમાં એવી રીતે ફેલાય છે કે તે કોરોના વાયરસના ગંભીર પ્રભાવોને ઘટાડવામાં મદદ કરી શકે છે.

વૈજ્ઞાનિકોએ સંશોધન માટે પહેલા માનવ શ્વસન પ્રણાલી જેવી જ રચના તેમજ કોષો બનાવ્યાં, અને ત્યારબાદ તેને કોવિડ-19 તેમજ રાઇનો વાયરસનો ચેપ લગાડ્યો. બંને વાયરસ એક જ સમયે મુક્ત થયા હોવાથી, શરદી-શીત વાયરસ વધુ અસરકારક સાબિત થયો હતો.

આ સંશોધન બાદ વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવ્યા છે કે, જો કોરોના વાયરસના ચેપના લાગ્યા પહેલા 24 કલાકમાં રાઇનો વાયરસ અથવા કોલ્ડ વાયરસ શરીરને સારી રીતે કબજે કરી શકશે, જેને કારણે કોવિડ-19 વાયરસ માટે શરીરમાં પોતાનું અસ્તિત્વ ટકાવવુ ખૂબ જદ મુશ્કેલ બની રહેશે.

જો સાર્સ-કોવ-2 વાયરસ રાઇનો વાયરસથી ચેપ લાગ્યાના 24 કલાક પછી માનવ શરીરમાં પ્રવેશે છે, તો રાઇનો વાયરસ તેને સરળતાપૂર્વક બહાર કાઢી શકે છે. જો કે, આ અંગે હજુ વધુ સંશોધન હાથ ધરાયું છે. આ સંશોધન ચેપી રોગોના જર્નલમાં પ્રકાશિત થયું છે.

(સંકેત)