- કૃષિ કાયદાઓના મહત્વ પર કેન્દ્રીય કૃષિ મંત્રીનું નિવેદન
- આ કાયદામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાની ક્ષમતા હતી
- મોદી સરકાર કૃષિ અને કિસાનોના હિત માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે
નવી દિલ્હી: પીએમ મોદી દ્વારા કેટલાક સમય પહેલા નવા કૃષિ કાયદાઓને પરત લેવાના નિર્ણયની ઘોષણા કરવામાં આવી હતી. જો કે આ કૃષિ કાયદાઓ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવનારા હોવાનું કહેતા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતું કે, આ કાયદાઓથી કિસાનોને ફાયદો થાત, આ કાયદો લાવવા પાછળ કિસાનોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનો પીએમને સ્પષ્ટ ઇરાદો હતો, પરંતુ દુ:ખ એ બાબતનું છે કે દેશના કેટલાક કિસાનોને આ નવા કૃષિ કાયદાના લાભ જણાવવામાં નિષ્ફળ રહ્યા છે.
કૃષિ અને કિસાનો માટે સરકારની પ્રતિબદ્વતા પર તેઓએ ભાર મૂકતા કહ્યું હતું કે, વર્ષ 2014થી મોદી સરકારના કાર્યકાળથી જ સરકાર કિસાનો અને કૃષિ માટે હંમેશા પ્રતિબદ્વ રહી છે. તેનું પરિણામ એ મળ્યું છે કે છેલ્લા 7 વર્ષોમાં કૃષિને લાભ પહોંચાડતી અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ આગળ કહ્યુ કે, કેન્દ્ર સરકારે હંમેશા કિસાનોના કલ્યાણ માટે કાર્ય કર્યું છે. ઘણી જગ્યાએ તેનો ફાયદો પણ જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, અનેક કિસાનોને તેનો ફાયદો મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી ઈચ્છે છે કે આપણા દેશમાં કિસાનો માટે તે પ્રતિબંધો છે તેનો ખોલવામાં આવે. તેથી અમે કૃષિ કાયદો લઈને આવ્યા હતા. પરંતુ અમે આ કાયદાને કેટલાક કિસાનોને સમજાવવામાં સફળ રહ્યાં નહીં અને તેને રદ્દ કરવા પડ્યા.
નોંધનીય છે કે, ગત વર્ષે સરકારે કિસાનોના હિત માટે નવા કૃષિ કાયદાઓની જાહેરાત કરી હતી પરંતુ કિસાનો તેનાથી સંતુષ્ટ ના હતા અને કૃષિ કાયદાઓને રદ કરવા માટે છેલ્લા એખ વર્ષથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અંતે સરકારે કિસાનો સામે નમતું ઝુકવુ પડ્યું હતું. પીએમ મોદીએ ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી.