ભારતમાં ઑમિક્રોનના પ્રસારને રોકવા યોજાઇ ઇમરજન્સી બેઠક, ગૃહ મંત્રાલયે આ નિર્ણયો લીધા
- ઓમિક્રોનને લઇને કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક યોજાઇ
- બેઠકમાં વૈશ્વિક સ્થિતિની સમીક્ષા અને બચાવ ઉપાયો પર થઇ ચર્ચા
- ગૃહ મંત્રાલયે કેટલાક મહત્વના નિર્ણયો પણ લીધા
નવી દિલ્હી: કોવિડ વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઇને વિશ્વભરમાં ચિંતા વધી છે અને ફફડાટ ફેલાયો છે ત્યારે ભારત સરકાર પણ ઓમિક્રોનને લઇને હવે સતર્ક અને એક્શનમાં આવી ચૂકી છે. પીએમ મોદી તરફથની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વૈશ્વિક સ્થિતિની સમીક્ષા ઉપરાંત બચાવ ઉપાયોને લઇને પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઑમિક્રોનથી સતર્કતા અને બચાવ ઉપાયોના ભાગરૂપે સરકાર આંતરરાષ્ટ્રીય યાત્રિકો, વિશેષ રૂપથી જોખમ શ્રેણીના રૂપમાં ઓળખ થનારા દેશોથી આવનારની તપાસ, સર્વેલન્સની SOPની સમીક્ષા કરશે. કોવિડ-19ના સ્વરૂપ માટે જીનો સિક્વેન્સિંગને પણ તેજ કરાશે.
કોવિડ-19ના નવા વેરિએન્ટ બાદ હવે કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય યાત્રી સેવાઓ ફરીથી શરૂ કરવા માટે નક્કી તારીખની ફરી સમીક્ષા કરવામાં આવશે. તપાસ પ્રોટોકોલને કડક બનાવવા માટે એરપોર્ટ, બંદરોના સ્વાસ્થ્ય અધિકારીઓને સંવેદનશીલ બનાવવામાં આવશે.
નોંધનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં કોવિડનો આ નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. WHOએ પણ આ નવા વેરિએન્ટને લઇને ચિંતા વ્યક્ત કરી છે તેમજ લોકોને વધુ સાવધાની રાખવા માટેનું સૂચન કર્યું છે. વિશ્વભરમાં મુસાફરી પર પ્રતિબંધોને વધુ કડક કરવામાં આવી રહ્યાં છે.