Site icon Revoi.in

હવે ખતમ થઇ જશે ટોલ પ્લાઝા, તમારી કારમાં લાગેલા GPS વડે જ ટોલ કપાઇ જશે

Social Share

નવી દિલ્હી: આગામી દિવસોમાં તમારે કોઇપણ ટોલ પ્લાઝા પર ટોલ ચૂકવવા માટે લાંબી લાઇનમાં પ્રતિક્ષા કરવાની નોબત નહીં આવે. આગામી એક વર્ષમાં સમગ્ર દેશ ટોલ પ્લાઝાથી મુક્ત થશે તેવા સંકેત રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આપ્યા છે. સમગ્ર દેશમાં એક વર્ષની અંદર બધા જ ટોલ પ્લાઝા ખતમ કરી દેવાશે. તેનો અર્થ એ છે કે લોકોને ટોલ નહીં ચૂકવવો પડે, પરંતુ ટોલ વસૂલાતની રીત હવે સંપૂર્ણપણે ડિજીટલ આકાર લેશે. તેમાં તમને ક્યાંય રોકાવવાની આવશ્યકતા નહીં રહે.

આપને જણાવી દઇએ કે થોડાક સમય પહેલા કેન્દ્રિય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી હતી કે એક વર્ષની અંદર ભારતના તમામ ટોલ પ્લાઝાને દૂર કરવામાં આવશે અને નવો જીપીએસ બેઝ્ડ ટોલ ક્લેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે. 1 વર્ષની અંદર અમે તમામ ટોલબૂથને હટાવવાનું કામ કરીશું. ત્યારબાદ ટોલ ઓનલાઇન ઇમેજિંગની મદદથી જીપીએસ વડે વસૂલવામાં આવશે.

કેન્દ્ર સરકારે આ વર્ષે જ તમામ ટોલ બૂથો પર ફાસ્ટેગને ફરજીયાત કરી દીધા છે. ત્યારબાદ લગભગ 93 ટકા વાહન ફાસ્ટેગ દ્વારા જ ટોલની ચૂકવણી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર ફાસ્ટેગની માફક જીપીએસ બેઝ્ડ ટોલ કલેક્શનને પણ સફળ બનાવવા માંગે છે. 16 માર્ચ 2021 સુધી 3 કરોડથી વધુ ફાસ્ટેગ ઇશ્યૂ કરાયા છે.

નવી ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ પહેલાંથી જ લાગૂ થાય છે, પરંતુ જે ગાડીઓમાં જીપીએસ સિસ્ટમ નહીં હોય તેમાં પણ પહેલા જીપીએસ સિસ્ટમ લગાવવું અનિવાર્ય બનશે. આ ખર્ચ પણ વાહનચાલકે જ ઉઠાવવો પડશે. જીપીએસ ટ્રેકિંગ ડિવાઇઝ છે. તમામ ટોલ પ્લાઝાને ખતમ કરીને એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર સરકાર જીપીએસ બેઝ્ડ સિસ્ટમ લગાવશે. જ્યારે પણ કોઇ કાર એન્ટ્રી કરશે ત્યારે તેની ઇમેજ સિસ્ટમ લઇ લેશે અને જ્યારે તે કાર એક્ઝિટ કરશે ત્યારે પણ ઇમેજ લેશે. ત્યારબાદ જેટલી તે કારે જેટલું અંતર કાપ્યું છે તે મુજબ ટોલ કાપવામાં આવશે.

(સંકેત)