- સ્વાસ્થ્ય મંત્રાલયનું મહત્વનું એલાન
- પ્રિકોશન ડોઝ લેવા ઇચ્છુક 60 વર્ષથી વધુ વયના લોકોએ કોમોર્બિડિટીઝ સર્ટિફેકિટ નહીં દેખાડવું પડે
- તેના જમા કરવાની પણ આવશ્યકતા નહીં રહે
નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે હવે કોવિડના આ નવા વેરિએન્ટ સામે રક્ષણ માટે હવે વૈજ્ઞાનિકો પણ બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી રહ્યા છે ત્યારે દેશમાં કોવિડ વેક્સિનના બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશન ડોઝ લેવા ઇચ્છતા 60 વર્ષથી ઉંમરના લોકો માટે એક સારા સમાચાર છે. આ અંગે આરોગ્ય મંત્રાલયે અપડેટ આપી છે કે, પ્રિકોશન ડોઝ લેવા માટે 60 વર્ષથી વધુ વયના લોકોએ પોતાની ગંભીર બીમારી (કોમોર્બિટિઝ)નું પ્રમાણપત્ર દેખાડવાની આવશ્યકતા રહેશે નહીં. પ્રિકોશન ડોઝ લેવા સમયે ડોક્ટર પાસેથી કોમોર્બિડિટીઝ સર્ટિફિકેટ દેખાડવા કે જમા કરવાની પણ હવે જરૂર પડશે નહીં.
જે લોકો પ્રિકોશન ડોઝ લેવા ઇચ્છુક હોય તે લોકો આ ડોઝ લેતા પહેલા પોતાના ડોક્ટરની સલાહ લે તેવું સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે.
1 જાન્યુઆરીથી 15018 વર્ષના બાળકો માટે પોતાના આઇડી કાર્ડથી રજીસ્ટ્રેશન કરી કોવિન એપ પર પોતાનો સ્લોટ બૂક કરાવી શકશે.
મોટા લોકોના રજીસ્ટ્રેશનની જેમ જ 15-18 વર્ષની વયજૂથના કિશોરો કોવિન એપ પર રજીસ્ટ્રેશન કરાવી શકશે
બાળકો વેક્સિન સ્લોટ બુક કરવા માટે આધાર અથવા અન્ય ઓળખ પત્ર ઉપરાંત ધોરણ 10ના આઇડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકશે
કોમોરબિટીઝવાળા 60 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના બધા લોકો જેને કોરોના વેક્સીનના બે ડોઝ લાગી ચુક્યા છે, તેને 10 જાન્યુઆરી 2022થી પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. આ પ્રિકોશન ડોઝની પ્રાથમિકતા અને સીક્વેન્સિંગ બીજો ડોઝ લગાવવાની તારીખથી 9 મહિના એટલે કે 39 સપ્તાહ પૂરા કરવાના આધાર પર હશે.