Site icon Revoi.in

નોન ICU વોર્ડમાં આરોગ્ય કર્મચારીઓને PPE કિટ પહેરવી આવશ્યક નથી, માત્ર માસ્ક અને ફેસ શિલ્ડ પર્યાપ્ત છે: ડૉ. રણદીપ ગુલેરિયા

Social Share

નવી દિલ્હી: સમગ્ર દેશમાં અત્યારે કોરોનાએ ભરડો લીધો છે ત્યારે નોન ICU વોર્ડમાં કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતી વખતે આરોગ્ય કર્મચારીઓએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ પહેરવાની જરૂર નથી તેવું AIIMSના ડાયરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું. નોન-ICU વોર્ડમાં કોવિડ-19 દર્દીઓની સંભાળ લેતી વખતે યોગ્ય N95 માસ્ક તેમજ ફેસ શિલ્ડ પૂરતા છે.

કોવિડ-19ના પ્રસરણનું કારણ જણાવતા ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, જ્યારે લોકો વાયરસના ટીપાં અને કણોથી દૂષિત હવામાં શ્વાસ લે છે ત્યારે આ વાયરસ ફેલાય છે. કોવિડની પ્રથમ અને બીજી લહેર દરમિયાન સમગ્ર વિશ્વની હોસ્પિટલોમાં આરોગ્ય કર્મચારીઓએ મહત્તમ રીતે PPE કિટનો વપરાશ કર્યો હતો.

ગુલેરિયાએ PPE કિટની આવશ્યકતા અંગે જણાવ્યું કે, જ્યારે ICUમાં કોવિડ સંક્રમિત દર્દીની સારવાર ચાલતી હોય ત્યારે PPE કિટ આવશ્યક છે પરંતુ બિન-ICUમાં તેની જરૂર નથી. કારણ કે અપડેટેડ આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા હવે ત્યાં તેનો ઉપયોગ ફરજીયાત કરે છે.

ડૉ. રણદીપ ગુલેરિયા ઉપરાંત AIIMSમાં કાર્યરત માઇક્રોબાયોલોજીના પ્રોફેસર ડૉ. આરતી કપિલે કહ્યું હતું કે, કોવિડના દર્દીઓની સંભાળ લેવા માટે સામાન્ય રીતે કવરઓલની જરૂર નથી.