- બાળકોમાં ઑનલાઇન ગેમિંગની લત એક ચિંતાનો વિષય
- ઑનલાઇન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે નીતિ બનાવવા સરકાર કરે વિચાર
- હાઇકોર્ટે કેન્દ્ર સરકારને ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે એક નીતિ તૈયાર કરવા નિર્દેશ કર્યો
નવી દિલ્હી: આજના સમયમાં સ્માર્ટફોનની અતિશયોક્તિ અને ખાસ કરીને બાળકોમાં સ્માર્ટફોન અને ગેમિંગની લત એ એક ચિંતાનો વિષય બન્યો છે ત્યારે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને એ આવેદન પર વિચાર કરવા નિર્દેશ આપ્યો છે કે જેમાં ઑનલાઇન ગેમિંગની લતથી બાળકોની સુરક્ષા માટે એક રાષ્ટ્રીય નીતિ તૈયાર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત ઑનલાઇન અને ઑફલાઇન સહિત બંને ગેમિંગ સામગ્રીના મોનિટરીંગ માટે કમિટીની રચના અંગે વિચાર કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલ અને ન્યાયમૂર્તિ જ્યોત સિંહની ખંડપીઠે જણાવ્યું કે, સંબંધિત ઑથોરિટી નક્કી કરેલા કાયદા, નિયમો, વિનિમયો અને સરકારી નીતિઓ પ્રમાણે આ મુદ્દે નિર્ણય લે. NGO ડિસ્ટ્રેસ મેનેજમેન્ટ કલેક્ટિવ દ્વારા અધિવક્તા રોબિન રાજૂ અને દીપા જોસેફે કરેલી જનહિત અરજી પર આ નિર્દેશ અપાયો છે.
અધિવક્તા રાજૂએ પીઠ સમક્ષ એવો તર્ક રજૂ કર્યો હતો કે, યુવાનો ગેમની લતથી પીડિત છે. આ ગેમ એટલી હિંસક અને તીવ્ર છે કે તે આત્મહત્યા, અપરાધના ઝુકાવ અને દુષ્પ્રેરણા તરફ લઇ જાય છે. આ કારણે આ મુદ્દાને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવાની આવશ્યકતા છે. સરકાર પાસે આ સ્થિતિનો સામનો કરવા માટે કોઇ નીતિ નથી.
અરજીમાં વધુમાં એવો પણ તર્કનો ઉલ્લેખ કરાયો છે કે, આ ગેમ સાઇબર બુલિંગ, યૌન અને વિત્તીય ઉત્પીડનનો એક સ્ત્રોત પણ છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ ગેમ સાઈબર બુલિંગ, યૌન અને વિત્તીય ઉત્પીડનનો એક સ્ત્રોત પણ છે. તેમણે ઓનલાઈન ગેમ, ખાસ કરીને ઓનલાઈન જુગાર પર ચિંતા વ્યક્ત કરીને મદ્રાસ હાઈકોર્ટને વર્તમાન આદેશનો હવાલો પણ આપ્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં જ ઓનલાઈન જુગારને નિયમિત કરવા માટે એક કાયદો લાવવા સૂચન કર્યું હતું.