Site icon Revoi.in

નેશનલ હાઈવે આજથી પ્રવાસ કરવો પડશે મોંઘો, 10થી 15 ટકા ટોલટેક્સમાં વધારો

Social Share

નવી દિલ્હીઃ 1લી એપ્રિલથી નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવી મોંઘી પડશે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (એનએચએઆઈ)એ ટોલ ટેક્સમાં 10થી 15 ટકા સુધી વધારવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નવો ટોલટેક્સના નવા દર રાતના 12 વાગ્યાથી લાગુ થયા હતા. ટોકટેક્સમાં લગભગ 10થી 65 રૂપિયા સુધીનો વધારો થયો છે. જ્યારે નાના વાહનો માટે રૂ. 10થી 15 સુધી અને કોમર્શિયલ વાહનો માટે રૂ. 65 સુધી વધારો થયો છે.

એક્સપ્રેસ-વે ઉપર સરાય કાલે ખાથી લઈને કાશી ટોલપ્લાઝા સુધી કાર અને જીપ જેવા હળવા વાહનો માટે ટોલટેક્સ રૂ. 140ની જગ્યાએ રૂ. 155 ચુકવવા પડશે. સરાય કાલે ખાથી રસૂલપુર સિકરોડ પ્લાઝા સુધીના રૂ. 100 અને ભોજપુર જવા માટે રૂ. 130 ચુકવવા પડશે.

વિવિધ પ્રકારના વાહનો માટે 10થી 15 ટકા સુધીનો વધારો થયો છે. લખનૌમાં હાલ 6 નેશનલ હાઈવે જોડાયેલા છે. જેમાંથી એક હરદોઈ હાઈવે પર હાલ ટોલ લાગુ નથી. જ્યારે સીતાપુર હાઈવે ટોલ દરમાં ઓક્ટોબરથી ફેરફાર થશે. પરંતુ કાનપુર, અયોધ્યા, રાયબરેલી અને સુલ્તાનપુર જવા માટડે ટોલટેક્સ વધારે ચુકવવો પડશે. લખનૌ-રાયબરેલી હાઈવે પર નાના ખાનગી વાહનોને રૂ. 105 આપવા પડશે. જ્યારે બસ-ટ્રક બે એક્સલ માટે રૂ. 360 ચુકવવા પડશે. આવી જ રીતે લખનૌ-અયોધ્યા હાઈવે પર નાના ખાનગી વાહનોને ર. 110 જ્યારે બસ-ટ્રક બે એક્સલ વાહનોને રૂ. 365 ચુકવવા પડશે.

લખનૌ-કાનપુર હાઈવે પર નાના ખાનગી વાહનોએ રૂ. 90, જ્યારે બે એક્સલ વાહનોએ રૂ. 295 ચુકવવા પડશે. આવી જ રીતે લખનૌ-સુલ્તાનપુર હાઈવે પર નાના ખાનગી વાહનોએ રૂ. 500 અને બસ ટ્રક જેવા બે એક્સલ વાહનોએ રૂ. 325 ચુકવવા પડશે.