રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ અશ્વ વિરાટને મળ્યું પ્રશસ્તિ પત્ર, ઉત્કૃષ્ટ સેવા બદલ સમ્માનિત
- રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ ઘોડા વિરાટને મળ્યું પ્રશસ્તિ પત્ર
- વિરાટ આ પ્રકારનું પ્રશસ્તિ પત્ર મેળવનાર પ્રથમ ઘોડો છે
- વિરાટને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે સમ્માનિત કરવામાં આવ્યો છે
નવી દિલ્હી: રાષ્ટ્રપતિના અંગરક્ષક કાફલામાં સામેલ વિશેષ ઘોડા વિરાટને સન્માન મળ્યું છે. તેને પ્રેસિડેન્ટ બોડીગાર્ડના ચાર્જર તરીકે ભારતીય સેનાએ વિશેષ સમ્માન આપ્યું છે. વિરાટને તેમની યોગ્યતાઓ તેમજ સેવાઓ માટે ચીફ ઓફ આર્મી સ્ટાફે કોમનડેશન કાર્ડથી સન્માનિત કર્યો હતો. વિરાટ આ પ્રકારનું પ્રશસ્તિ પત્ર મેળવનાર પ્રથમ ઘોડો છે.
વિરાટ અશ્વ વિશે વાત કરીએ તો તેને છેલ્લા 13 વર્ષથી ભારતના પૂર્વ રાષ્ટ્રપતિઓની સાથે સાથે હાલના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઔપચારિક પરેડોમાં અનુગ્રહ અને ગૌરવ સાથે એસ્કોટ કરવાનું ગૌરવ પ્રાપ્ત છે. પરેડ દરમાયન વિરાટને સૌથી વિશ્વાસુ ઘોડો માનવામાં આવે છે. વિરાટને તેમની ઉત્કૃષ્ટ સેવા માટે સમ્માનિત કરવામાં આવ્યો છે.
વિરાટ રિમાઉંટ ટ્રેનિંગ સ્કૂલ હેમપુરથી 2003માં રાષ્ટ્રપતિના અંગરક્ષક પરિવારમાં સામેલ થયો હતો. હોનોવેરિયન નસ્લનો આ ઘોડો પોતાના નામ અનુસાર જ ખુબ જ સીનિયર, અનુશાસિત અને આકર્ષક રંગરૂપનો છે. એક અધિકારીએ વિરાટને લઈને જણાવ્યું કે, 2021માં ગણતંત્ર દિવસ પરેડ અને બીટીંગ ધ રિટ્રીટ સમારોહ દરમિયાન ઘોડાએ તેની વૃદ્ધાવસ્થા હોવા છતાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું.