Site icon Revoi.in

ભારતીય અર્થતંત્ર આ રીતે ટોચ પર આવી શકે, ભાજપના નેતા સ્વામીએ આપ્યા આ સૂચનો

Social Share

નવી દિલ્હી: ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ભારતનું અર્થતંત્ર કેવી રીતે આગળ વધી શકે તેને લઇને વાત કરી છે. માર્કેટ સિસ્ટમમાં ચીન આપણાથી ઘણુ આગળ છે. ભારત પણ આગળ વધી શકે છે પણ પહેલા ભારતને ભ્રષ્ટાચાર મુક્ત કરવું પડશે. કાળા ધનના પ્રસાર પર લગામ ખૂબ જ આવશ્યક છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારતે પોતાની મૌલિક વસ્તુઓ તેમજ સ્વભાગને બચાવીને આગળ વધવું પડશે. ભારત સદીઓથી મજબૂત દેશ રહ્યો છે. પરંતુ રાજનીતિક મજબૂતી વગર તેને વધુ મજબૂત ના રાખી શકાય. તેનાથી કોઇ ફરક નથી પડતો કે તમારી છાતી 56ની છે કે 34 ઇંચની. જરૂરી છે તમારું સ્વાસ્થ્ય. કૃષિમાં સુધારો કરવા માટે ઉન્નત બિયારણને ખેડૂતોમાં વિતરણ કરીને તેમની ઉપજનું તેમનું સારું મૂલ્ય ચૂકવી શકાય છે. ચીનની જીડીપી સાથે ભારતની તુલના ના કરવી જોઇએ કારણ કે ચીન જીડીપીમાં ભારત કરતાં આગળ છે.

એક ઑનલાઇન ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે, આપણે જમીન પર ઉતરીને લક્ષ્ય પરિપૂર્ણ કરવા મહેનત કરવી પડશે. ભારતનું અર્થતંત્ર આપણા વિચારથી ઘણું મોટું હતું પરંતુ રાજનીતિક સાહસ ના દાખવવાને કારણે આપણે પાછળ રહ્યા છીએ. શાસન કરનારાઓએ મજબૂત નિર્ણયશક્તિનો પરચો આપવો જોઇએ.