કોરોના સંકટ સામે વાયુસેના ફરી બની સંકટ મોચન, 42 વિમાનોથી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા
- ભારતની વાયુસેના ફરીથી સંકટ મોચન બની
- 42 વિમાનો થકી 180 ઓક્સિજન ટેન્કરો એરલિફ્ટ કર્યા
- વાયુસેનાએ અત્યારસુધીમાં 180 જેટલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરને અનેક જગ્યાએ પહોંચાડ્યા
નવી દિલ્હી: ભારત કોરોના વાયરસની બીજી લહેર સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અગાઉની દરેક આફતની જેમ આ વખતે પણ વાયુસેના સંકટ મોચનની જેમ દેશનું સંકટ દૂર કરવા માટે એક્શનમાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય વાયુસેનાએ પોતાના 42 જેટલા માલવાહક વિમાનો અને બીજા ડઝનબંધ હેલિકોપ્ટરને મેદાનમાં ઉતાર્યા છે. જેના થકી કોરોના સામે જરૂરી મેડિકલ ઇક્વિપમેન્ટની હેરફેર થઇ રહી છે. ખાસ કરીને દેશમાં ઓક્સિજન સિલિન્ડરની અછત છે ત્યારે વાયુસેનાએ અત્યારસુધીમાં 180 જેટલા ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનરને અનેક જગ્યાએ પહોંચાડ્યા છે. તે ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર, બીજા ઉપકરણો તેમજ આવશ્યક દવાઓનું પણ ટ્રાન્સપોર્ટેશન કર્યું છે.
સાથે સાથે રેપિડ એક્શન મેડિકલ ટીમ, નૌ સેનાના ડોકટરો અને બીજા હેલ્થ વર્કરને પણ વાયુસેનાએ એરલિફટ કર્યા છે. આ કામગીરી માટે વાયુસેના દ્વારા સી-17, આઈએલ-76, દસ સી-130 , 20 એએન 32 વિમાન અને બીજા હેલિકોપ્ટરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વાયુસેના દ્વારા વિદેશથી સહાય લાવવાનો સિલસિલો પણ ચાલુ રખાયો છે.બેંગકોક, સિંગાપુર, દુબઈથી 13 ખાલી કાર્યોજેનિક ટેન્કર સ્વદેશ લાવવામાં આવ્યા હતા.
(સંકેત)