Site icon Revoi.in

હવે ઓમિક્રોનની ચકાસણી ફટાફટ થશે, IMCRએ આ કંપનીની કિટને આપી મંજૂરી

Social Share

નવી દિલ્હી: દેશમાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે એકંદરે કોરોનાના કેસમાં પણ ઉછાળો જોવા મળ્યો છે અને ભારત માટે સતત વધતા કેસ ચિંતાનું કારણ છે. જો કે હવે ઓમિક્રોન છે કે નહીં તેના અંગે અગાઉથી જ ચકાસણી કરીને તેના પ્રસરણને રોકી શકાશે. તેની ચકાસણી માટેની કિટને અંતે મંજૂરી મળી ગઇ છે.

અત્યારસુધી ઓમિક્રોન છે કે નહીં તેના માટે જીનોમ સિકવન્સિંગ રિપોર્ટ આવવાની પ્રતિક્ષા કરવી પડતી હતી. જો કે હવે તમે ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત છો કે નહીં તે ખૂબ જ જલ્દી ખબર પડી જશે. હવે તે ચકાસવા માટેની કિટને હવે મંજૂરી મળી ચૂકી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, 30 ડિસેમ્બરના રોજ તાતા મેડિકલ, મુંબઇની કિટને મંજૂરી મળી હતી. જેની જાણકારી હવે સામે આવી રહી છે.

અત્યારે તો અમેરિકાની Thermo Fisher દ્વારા માર્કેટિંગ કરવામાં આવી રહેલી કિટ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. તાતાની જે કિટને મંજૂરી મળી ગઇ છે તેનું નામ TATA MD CHECK RT-PCR Omisure છે.