- પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાનને આપી ચેતવણી
- જો પાકિસ્તાન કોઇ દુસાહસ કરશે તો તેની ખેર નથી
- CM અમરિંદર સિંહે રાજ્યની સરહદને સુરક્ષિત કરવાનો સંકલ્પ લીધો
નવી દિલ્હી: દેશના 75માં સ્વાતંત્ર્ય પર્વ દિવસ દરમિયાન પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાન પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પાકિસ્તાન પર શાબ્દિક હુમલો કરતા કહ્યું હતું કે, ભારત તેના વિસ્તારમાં કોઇપણ પ્રકારનો હુમલો કે આક્રમક્તા સહન કરશે નહીં. પંજાબના સીએમ અમરિંદર સિંહે પાકિસ્તાનને કડક શબ્દોમાં ચેતવણી આપ્યા બાદ રાજ્યની સરહદને સુરક્ષિત કરવાનો સંકલ્પ લીધો હતો.
Chief Minister @Capt_Amarinder Singh, on the historic #75thIndependenceDay of the country, vowed to protect the border state against the nefarious designs of Pakistan, even as he pledged to continue fighting with the farmers for the repeal of the Centre’s black Farm Laws. pic.twitter.com/M4hlHC4wo8
— CMO Punjab (@CMOPb) August 15, 2021
પ્રાપ્ત જાણકારી અનુસાર, પંજાબના CMOએ ટ્વીટ કરી હતી કે, જો તે કોઇ દુસાહસ કરવાનો પ્રયાસ કરશે, તો અમે તેને જીવનભરનો પાઠ ભણાવીશું. અમરિંદર સિંહે રાજ્યની સરહદની સુરક્ષા માટે પણ નેમ લીધી, જો કે તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું કે, ખેડૂત વિરોધી કૃષિ કાયદાઓને નાબુદ કરવા માટે તેઓ ખેડૂતોની લડાઇમાં તેમનો સાથ આપવાનું ચાલું રાખશે.