Site icon Revoi.in

માલેગાવ વિસ્ફોટ કાંડ: સાક્ષીના આ ચોંકાવનારા દાવાથી ખળભળાટ મચ્યો, જાણો શું કહ્યું?

Social Share

નવી દિલ્હી: મહારાષ્ટ્રના માલેગાંવ વિસ્ફોટ કાંડમા એક સાક્ષીએ ચોંકાવનારો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે. વિસ્ફોટ કાંડના સાક્ષીએ સ્પેશિયલ NIA કોર્ટમાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર ATSએ તેમના પર સીએમ યોગી ઉપરાંત RSSના 5 નેતાઓને ફસાવવા માટે દબાણ કર્યું હતું.

એક અન્ય હકીકત એ પણ છે કે, એ જ સમયગાળા દરમિયાન મુંબઇ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને ATSના એડિશનલ કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષ તરફથી આ સાક્ષીનું નિવેદન રજૂ કરવામાં આવ્યું હોવાથી ATS દ્વારા CRPCની કલમ 161 હેઠળ તે સમયે રેકોર્ડ કરવામાં આવ્યું હતું.

માલેગાંવ વિસ્ફોટ કાંડના સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, પરમબીર સિંહ અને રાવ નામના અધિકારીએ તેના પર યોગી આદિત્યનાથ અને RSSના અન્ય ચાર નેતાઓ ઇન્દ્રેશ કુમાર, સ્વામી અસીમાનંદ, કાકાજીને લઇને તેના પર દબાણ કર્યું હતું.  આ જ સમય દરમિયાન તેને મુંબઇ અને પુણે ATSની ઓફિસમાં ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવ્યો હતો અને ધમકી આપી હતી કે જો તે આમ નહીં કરે તો તેને છોડવામાં આવશે નહીં અને અન્ય આરોપીઓની જેમ જ તેને પણ સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

અત્રે જણાવવાનું કે, વર્ષ 2008ના 29 સપ્ટેમ્બરના રોજ માલેગાંવમાં એક મોટરસાઇકલમાં વિસ્ફોટ થયો હતો જેમાં 6 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ 100 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.