- આજે 16 ડિસેમ્બર
- ભારતે પાકિસ્તાન પર હાંસલ કર્યો હતો વિજય
- સમગ્ર દેશમાં ઉજવાય છે વિજય દિવસ
નવી દિલ્હી: આજે છે 16 ડિસેમ્બર. 16 ડિસેમ્બર, 1971ના રોજ ભારતે પાકિસ્તાન પર જીત હાંસલ કરી હતી. દર વર્ષે આ જીતને યાદ કરવા માટે વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જ નવું રાષ્ટ્ર એવા બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું હતું. આ જ દિવસે વર્ષ 1971માં ભારતીય સેનાના શૌર્ય અને બહાદુરી સામે ઘૂંટણીયે પડીને પાકિસ્તાની સેનાના વડા જનરલ નિયાઝીએ તેમના 93,000 સૈનિકો સાથે ભારતીય સના સમક્ષ આત્મસમર્પણ કરવારો વારો આવ્યો હતો. ભારતે દુશ્મન એવા પાકિસ્તાનના દાંત ખાટા કર્યા હતા.
બાંગ્લાદેશમાં આ દિવસને બાંગ્લાદેશ લિબરેશન ડે તરીકે પણ ઉજવવામાં આવે છે.
ચાલો વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્વના કેટલાક રોચક તથ્યો પર નજર કરીએ
- હકીકતમાં, પશ્વિમ પાકિસ્તાન દ્વારા પૂર્વ પાકિસ્તાનના લોકો સાથે સતત દુર્વ્યવહાર કરાઇ રહ્યો હતો જેને લઇને બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામનો અવાજ ઊભો થયો હતો. બીજી તરફ પશ્વિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાનમાં ચૂંટણી પરિણામોને પણ નબળા પાડ્યા હતા. આ બાદ સ્વતંત્રતા માટેની કવાયત શરૂ થઇ હતી.
- વર્ષ 1971ના 26 માર્ચના રોજ પૂર્વ પાકિસ્તાને સત્તાવાર રીતે સ્વતંત્રતા જાહેર કરી. ભારતના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પાકિસ્તાની સેનાના હાથે બંગાળીઓ, મુખ્યત્વે હિંદુઓ વિરુદ્વ વ્યાપક નરસંહાર પણ મીડિયામાં દર્શાવાયો હતો. આ નરસંહારને કારણે જ 1 કરોડ લોકોને પાડોશી ભારતે શરણ આપી હતી અને બંગાળના શરણાર્થીઓ માટે પોતાની સરહદો પણ ખોલી નાખી હતી.
- 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતીય નૌકાદળના પશ્વિમમી નૌકા કમાન્ડે કરાચી બંદર પર હુમલો કર્યો.
- પાકિસ્તાને તેના સૈનિકોને પશ્વિમી મોરચા પર તૈનાત કર્યા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાક.ના હજારો કિલોમીટરના વિસ્તાર પર કબ્જો કરી લીધો હતો.
- ભારત-પાકિસ્તાન યુદ્વમાં પાક.ના 8000 સૈનિકો માર્યા ગયા હતા અને 25000 જેટલા ઘાયલ થયા હતા. જ્યારે ભારતના 3000 જવાનો શહાદત પામ્યા હતા અને 12,000 ઘાયલ થયા હતા.
અંતે પાકિસ્તાને ભારતીય સેનાના શૌર્ય, બહાદુરી અને વીરતા સામે ઘૂંટણીયે પડીને જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીની આગેવાની હેઠળ લગભગ 93,000 પાકિસ્તાની સૈનિકોએ યુદ્વના અંત દરમિયાન ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
નોંધનીય છે કે, ભારતીય સેનાએ પાકિસ્તાનની લગભગ એક તૃતીયાંશ સેના કબજે કરી લીધી હતી. આ 13 દિવસીય ભારત-પાકિસ્તાન યુદ્ધ 13 ડિસેમ્બર 1971ના રોજ શરૂ થયું હતું.