ભારત અને ચીન વચ્ચે 12 કલાક સુધી 14માં તબક્કાની મંત્રણા ચાલી, હોટ સ્પ્રિંગથી લઇને અનેક મુદ્દે થઇ ચર્ચા
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે બંને દેશો વચ્ચે બુધવારે 14મી કોર કમાન્ડર સ્તરની મંત્રણા થઇ હતી. આ બેઠક 12.30 કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં ભારતનું નેતૃત્વ ફાયર એન્ડ ફ્યુરી કોર કમાન્ડર લેફ્ટિનન્ટ જરનલ એન સેનગુપ્તા કરી રહ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને પેટ્રોલિંગ પોઇન્ટ 15 (હોટ સ્પ્રિંગ્સ) વિસ્તારમાં છૂટા થવા પર છે.
ચીનનું સૈન્ય જ્યારે પેંગોંગના વિસ્તારમાં એક પુલ બનાવી રહ્યું છે ત્યારે ભારત અને ચીન વચ્ચે આ વાટાઘાટો થયો છે. ચીને અરુણાચલ પ્રદેશના 15 સ્થળોના નામ પણ બદલી નાખ્યા છે જેને હાસ્યાસ્પદ ગણાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, ચીન પૂર્વ લદ્દાખમાં પોતાની સૈન્ય શક્તિને મજબૂત કરવામાં વ્યસ્ત છે. તેના પર ભારતના આર્મી પ્રમુખ એમ એમ નરવણેએ જોરદાર પ્રતિક્રિયા આપી હતી.
ચીન સરહદ પર ઉભી થયેલી સ્થિતિએ ભારતને LAC પર વધુ મજબૂત બનાવ્યું છે. પરંતુ ચીને LAC પર ઘણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે. આવી સ્થિતિમાં એ સવાલ છે કે શું ભારત અને ચીન વચ્ચે તણાવ વધુ વધશે. તો આ અંગે ર્મી ચીફનું કહેવું છે ક, હાલમાં વિવાદના મુદ્દાથી છૂટકારો મેળવાવનો હેતુ છે. એટલે કે બંને દેશોના સૈનિકો કે જેઓ સામેસામે છે તેમને ભગાડવાના છે અને હવે સ્થિતિ સ્થિર અને નિયંત્રણમાં છે.
જનરલ નરવણેએ બુધવારે એમ પણ કહ્યું હતું કે ભારતીય સેના પૂર્વી લદ્દાખમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) સાથે મક્કમતાથી અને દૃઢતાથી વ્યવહાર કરવાનું ચાલુ રાખશે અને આ ક્ષેત્રમાં ઉચ્ચતમ સ્તરની ઓપરેશનલ તૈયારી જાળવી રહી છે.