નવી દિલ્હી: ભારત અને અમેરિકાની નવી પ્રાથમિક્તાઓને પ્રતિબિંબિત કરવા ભારત અને અમેરિકા વચ્ચે રણનીતિક ઉર્જા ભાગીદારીને સંશોધિત કરવા માટે સંમતિ સધાઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભારત અને સંયુક્ત રાજ્ય અમેરિકાએ સોમવારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડનની નવી પ્રાથમિક્તાઓને પ્રતિબિંબિત કરવા માટે રણનીતિક ઉર્જા ભાગીદારીને સંશોધિત કરવા મુદ્દે સહમતિ વ્યક્ત કરી છે. જેમાં ઓછા કાર્બન રસ્તાની સાથે સ્વચ્છ ઉર્જાને વેગ આપવા માટે અને હરિત ઉર્જા સહયોગમાં ઝડપ લાવવાને માટે ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
એક વર્ચ્યુઅલ બેઠક સમયે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને સંયુક્ત રાજ્ય ઉર્જા સચિવ જેનિફર ગ્રાનહોમે ભારત-અમેરિકા રણનીતિક ઉર્જા સહયોગની સમીક્ષા કરી છે. ટ્વીટ્સની એક શ્રુંખલામાં પ્રધાને કહ્યું કે અમેરિકી ઉર્જા સચિવ જેનિફર ગ્રાનહોમની સાથે એક ખાસ પરિચયાત્મક બેઠક થઇ છે. ઉચ્ચ પદ સંભાળવા માટે ગ્રાનહોમને અભિનંદન અપાયા છે. ભારત-અમેરિકા રણનીતિક ઉર્જા સહયોગની સમીક્ષા કરાઇ છે.
તેઓએ ઉમેર્યું હતું કે અમે બંનેએ ભારત-અમેરિકા એસઇપીને પીએમ મોદી અને રાષ્ટ્રપતિ જો બાઇડનની નવી પ્રથામિકતાને પ્રતિબિંબિત કરવા માટે ઓછા કાર્બન માર્ગોની સાથે સ્વચ્છ ઉર્જાને વેગ આપવા અને હરિત ઉર્જા સહયોગમાં વેગ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર સહમતિ વ્યક્ત કરી છે.
જૈવ ઇંધણ, કાર્બન કેપ્ચર, ઉપયોગ અને ભંડારણ, હાઇડ્રોજન ઉત્પાદન અને કાર્બન વિનિમય, પ્રૌદ્યોગિકી વિનિમયની સાથોસાથ સંયુક્ત અનુસંધાન અને વિકાસના માધ્યમથી સ્વચ્છ ઉર્જા અનુસંધાનને માટે ભાગીદારીની મદદથી અન્ય મુદ્દાની વચ્ચે ગ્રાનહોમ અને પ્રધાને સ્વચ્છ ઉર્જા માટે વધુને વધુ સહયોગને પ્રાથમિક્તા આપવા પર સહમતિ વ્યક્ત કરી છે.
(સંકેત)