- ભારત-ચીન સૈન્ય ગતિરોધ વચ્ચે ભારતે વધાર્યું સામર્થ્ય
- હવે સરહદે ભારતે અમેરિકી બનાવટના શસ્ત્રો કર્યા તૈનાત
- તેમાં ચિનૂક હેલિકોપ્ટર્સ, હોવિત્ઝર્સ સહિતના શસ્ત્રો સામેલ
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સૈન્ય ગતિરોધ વચ્ચે હવે ભારત સંરક્ષણ ક્ષેત્રે પણ ચીનને જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે. ભારતે હવે ચીને સરહદે યુએસ નિર્મિત શસ્ત્રો જેમ કે ચીનૂક હેલિકોપ્ટર, હોવિત્ઝર્સ, રાઇફલ્સ, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ અને નવી ટેક્નોલોજીથી સજ્જ સર્વેલન્સ સિસ્ટમની તૈનાતી કરશે.
ચીન અરુણાચલ પ્રદેશના વિસ્તારો પાસે પણ પોતાનો અડંગો જમાવવા માટે કોશિશ કરી રહ્યું છે ત્યારે ભારત અને અમેરિકાના સંબંધો પણ સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બની રહ્યાં છે. દેશની નવી સૈન્ય ક્ષમતામાં પણ સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને શસ્ર-સરંજામ, દારૂગોળોથી દેશનું સામર્થ્ય વધ્યું છે.
ગત વર્ષે ચીન અને ભારત વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદથી બંને દેશો વચ્ચે લદ્દાખ સરહદે સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે. બંને દેશો વચ્ચે અનેકવાર કમાન્ડર સ્તરે મંત્રણા છતાં પણ કોઇ સમાધાન થયું નથી. બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે પણ મંત્રણા છતાં પણ સરહદેથી સૈનિકો અને શસ્ત્રો હટાવવા અંગ કોઇ સહમતિ નથી સધાઇ.
નોંધનીય છે કે, ભારતીય આર્મીની એવિયેશન બ્રિગેડ હાલમાં વધુ આક્રમક રણનીતિ પર કામ કરી રહી છે. આ બ્રિગેડ હાલમાં ચિનૂક હેલિકોપ્ટર્સથી સજ્જ છે. જે અમેરિકન બનાવટના લાઇટ હોવિત્ઝર્સ અને સૈનિકોને ઝડપથી હિમાલયના પર્વતોમાં લઇ જઇ શકે છે.