Site icon Revoi.in

ભારતમાં ઓમિક્રોન કેસની બેવડી સદી, જાણો ક્યાં છે સૌથી વધુ કેસ?

Social Share

નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં હવે ઓમિક્રોન વેરિએન્ટને ઝડપ પકડી છે. અનેક દેશોમાં ઓમિક્રોનના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં પણ ઓમિક્રોન વેરિએન્ટના કેસની બેવડી સદી થઇ ચૂકી છે. મંગળવાર સુધીમાં દેશમાં ઓમિક્રોનના 200 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં ઓમિક્રોનના 54 કેસ નોંધાયા છે જેમાંથી 12 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં 54 કેસ નોંધાયા છે જેમાંથી ઓમિક્રોનના 28 દર્દીઓ સાજા થઇ ચૂક્યા છે.

દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ કેસ તેલંગાણામાં નોંધાયા છે. અહીંયા ઓમિક્રોનના 20 કેસ નોંધાયા છે. કર્ણાટકમાં 19 તો રાજસ્થાનમાં 18 કેસ નોંધાયા છે.

ઓમિક્રોનના 200 કેસોમાંથી 77 દર્દીઓ સ્વસ્થ થયા છે અને દેશ છોડી ગયા છે. મંત્રાલયે રજૂ કરેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડના 5,3226 નવા કેસ નોંધાયા છે, જે 581 દિવસમાં સંક્રમણની સૌથી ઓછી સંખ્યા છે અને સાથે ચેપના કુલ કેસોની સંખ્યા 3,47,52,164 પર પહોંચી ગઇ છે.

મંત્રાલય અનુસાર, વધુ 453 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે અને સાથે જ મૃતકાંક વધીને 4,78,007 પર પહોંચી ગયો છે. છેલ્લા 54 દિવસથી કોવિડના દૈનિક નવા કેસ 15000થી ઓછા રહ્યા છે. સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 79,097 થઇ ગઇ છે.