Site icon Revoi.in

ચીનને જવાબ આપવા ભારત સરકાર હવે બ્રહ્મપુત્રા નદી નીચે બનાવશે ટનલ

Social Share

નવી દિલ્હી: ચીન અરુણાચલ પ્રદેશ પર પણ પોતાનો હક જમાવવા માટે ત્યાં પણ વિસ્તારવાદની નીતિ અપનાવી રહ્યું છે ત્યારે હવે ભારત સરકાર આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ટનલ બનાવવાનું આયોજન ધરાવે છે. તેના લીધે ભારત-ચીન સરહદ પર ભારતીય લશ્કર સરળતાપૂર્વક હેરફેર કરી શકશે. જો કે આ ટનલના લીધે લશ્કરની હેરફેર સરળ થવા ઉપરાંત સમ્રગ આસામનું ચિત્ર પણ બદલી જશે.

બ્રહ્મપુત્રા નદીની ઉપર ઉત્તરમાં જામુગુરિહાટથી દક્ષિણના કાંઠે સિલ્ઘાટ સુધી પ્રસ્તાવિત ટનલનું નિર્માણ કરવામાં આવશે. આ ટનલનો ખર્ચ 6,550 કરોડ રૂપિયા થશે. આસામ સરકાર દ્વારા આ પ્રોજેક્ટ પર મહોર મારવામાં આવી છે.

આ અંગે આસામના મુખ્યપ્રધાને કહ્યું હતું કે, આ પ્રસ્તાવિત ટનલથી આસામના કમ્યુનિકેશનનો સમગ્ર ચિત્ર બદલાઇ જશે, આસામ સરકારે અગાઉ જ વિધાનસભામાં એવી માહિતી આપી હતી કે, ચીન અરુણાચલ પ્રદેશની સરહદ નજીકને સાંકળતા પાંચ રસ્તા ધરાવે છે, પરંતુ ભારત એકમાત્ર રસ્તો બોમ્બડિલા દ્વારા ધરાવે છે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવતે આસામના મુખ્યપ્રધાનને જણાવ્યું હતું કે, તે સંરક્ષણ પ્રધાન સાથે આ પ્રોજેક્ટ અંગે ચર્ચા વિચારણા કરશે. તેમણે મને પણ રાજનાથસિંહ સાથે આ અંગ ચર્ચા કરવા કહ્યું છે. આ ભારતીય લશ્કર માટેનો પ્રાયોરિટી પ્રોજેક્ટ છે. જો ટનલના બાંધકાંમ માટે એન્જિનિયરિંગ પ્લાન મળે તો તેનાથી વધુ બે ટનલોનું બાંધકામ શક્ય બની શકે છે.