- કોરોનાના સતત વધતા કેસ વચ્ચે ભારતમાં ત્રીજી રસીને અપાઇ શકે છે મંજૂરી
- ત્રીજી વેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા
- રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગ માટે સરકાર પાસે પરવાનગી મંગાઇ
નવી દિલ્હી: ભારતમાં ફરી એક વખત કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે દેશમાં કોરોનાની ત્રીજી વેક્સીનને પણ ઇમરજન્સી ઉપયોગ માટે તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેવી શક્યતા છે.
આપને જણાવી દઇએ કે, હાલમાં ભારતમાં બે વેક્સીનને મંજૂરી અપાઇ છે અને તે લોકોને મૂકવામાં આવી રહી છે ત્યારે રશિયાની સ્પૂતનિક વી વેક્સીનના ઉપયોગ માટે તાજેતરમાં જ સરકારની પરવાનગી માંગવામાં આવી છે.
જો કે અત્યારસુધી ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા આ વેક્સીનને મંજૂરી આપવામાં આવી નથી. બીજી તરફ આ વેક્સીનના ત્રીજા તબક્કાની ટ્રાયલ પૂર્ણ થઇ ચૂકી છે અને તેમાં 1500 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ પરિક્ષણનું પરિણામ વહેલી તકે જાહેર કરવામાં આવશે.
જો કે બીજી તરફ રશિયામાં આ વેક્સીન લોકોને અપાઇ રહી છે. અહીંયા તેની ટ્રાયલમાં તે 91 ટકા અસરકારક સાબિત થઇ છે. રશિયાની આ ટ્રાયલમાં 19000 જેટલા સ્વયંસેવકોને સામેલ કરવામાં આવ્યા હતા. રશિયામાં આ વેક્સીન 35 લાખ લોકોને બે ડોઝ સ્વરૂપે અપાઇ ચૂકી છે.
નોંધનીય છે કે હવે જ્યારે ભારતમાં કોરોના ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે વેક્સિનેશન ડ્રાઇવને વેગ આપીને સંક્રમણને અંકુશમાં લેવા માટે રશિયાની વેક્સિનને બહુ જલ્દી મંજૂરી અપાશે તેવી અટકળો તેજ થઇ છે.
(સંકેત)