- આતંકવાદના આશ્રયદાતા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ફરી ઝાટક્યું
- કેટલાક દેશો આતંકીઓને મદદ-સમર્થન કરે છે અને તે ગુનેગાર છે
- આતંકવાદની નાબૂદી માટે આતંકીઓને નાણા સંસાધનો મળે છે તેને અટકાવવા જરૂરી
નવી દિલ્હી: આતંકવાદના આશ્રયદાતા એવા પાકિસ્તાનને ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ફરીથી ઝાટક્યું છે.
ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને આડે હાથ લીધું હતું કે, કેટલાક દેશો આતંકવાદનું સમર્થન કરવા તેમજ મદદ કરવા માટે ગુનેગાર છે અને તે જાણી જોઇને આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપે છે. ભારતમાં એવા દેશોની વિરુદ્વ એક્શન લેવા માટે આંતરરાષ્ટ્રીય ગ્રુપને અપીલ કરી અને સામૂહિક રૂપથી આવા દેશોને જવાબદાર ઠરાવવાની અપીલ કરી છે.
સંયુક્ત રાષ્ટ્રના મંચ પર ભારતે કહ્યું કે, ભારત 3 દાયકાથી સીમા પારના આતંકવાદનો શિકાર રહ્યું છે. ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ રાજેશ પરિહારે આતંકવાદ વિરોધી સમિતિ અને 1267-1989-2253 આઇએસઆઇએલ અને અલકાયદા પ્રતિબંધ સમિતિની સંયુક્ત વિશેષ બેઠકમાં આ ટિપ્પણી કરી હતી.
આતંકવાદને નાથવા માટેના રસ્તાઓ વિશે વાત કરતા રાજેશ પરિહારે કહ્યું કે, આતંકવાદની નાબૂદી માટે આતંકીઓને નાણા સંસાધનો મળે છે તેને અટકાવવા જરૂરી છે. કેટલાક દેશોમાં કાયદા પરિચાલન માળખું વધારે જરૂરી છે. કેટલાક દેશો તો એવા છે કે સ્પષ્ટ રૂપથી આતંકવાદને મદદ કરવા અને સમર્થન આપે છે અને નાણાકીય સહાય અને આતંકવાદીઓને સુરક્ષિત આશ્રય આપવા બદલ ગુનેગાર છે.
ગ્લોબલ ઈમ્પીમેન્ટેશન સર્વે ઓફ રિઝોલૂશન 1373 માં સ્પષ્ટ રુપથી ઉલ્લેખ કર્યો છે કે દક્ષિણ એશિયામાં આતંકવાદની વિરુદ્ધ એક્શનમાં સુધાર નથી થયો. સર્વેમાં કહ્યું છે કે કેટલાક ભૌગોલિક વિસ્તારમાં યાદી બધ્ધ આતંકવાદી સંસ્થાઓ બીન લાભકારી સંગઠનોના દુરઉપયોગ સહિત ફ્રન્ટ સંગઠનોના માધ્યમથી આતંકવાદને નાણા પુરા પાડવા માટે ધન ભેગુ કરવાનુ ચાલુ રાખ્યું છે.