Site icon Revoi.in

ભારત અને રશિયા વચ્ચે શિખર વાર્તા થઇ શકે, આ મુદ્દે થશે ચર્ચા

Social Share

નવી દિલ્હી: ભારત ટૂંક સમયમાં રશિયા પાસેથી એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ મેળવવાનું છે અને હવે બંને દેશો વચ્ચે એક ટુ પ્લસ ટુ શિખર સંમેલનનું આયોજન થાય તેવી સંભાવના છે. બંને દેશો વચ્ચે 6 ડિસેમ્બરે આ શિખર વાર્તા થવાની સંભાવના છે.

એક સૂત્ર અનુસાર બંને પક્ષ મુખ્યત્વે સમય સંબંધિત મુદ્દાના કારણે શિખર સંમેલનના સમયે ટુ પ્લસ ટુ વાર્તા આયોજિત કરવા પર વિચાર કરી રહ્યા હતા. વિદેશ મંત્રી એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાના રશિયા સમકક્ષ સર્ગેઇ લાવરોવ અને સર્ગેઇ શોયગુની સાથે વાતચીત કરવાના હતા.

નવેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ મોસ્કોના પ્રવાસ કરવાના હતા. પરંતુ 29 નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રને કારણે કાર્યક્રમમાં સંશોધન કરવામાં આવી રહ્યું છે. બંને મંત્રીઓના આ મહિનાના અંતમાં આ ડિસેમ્બરની શરૂઆતમાં અમેરિકન વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અને રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિનની સાથે ભારત અમેરિકા ટુ પ્લસ ટુ વાર્તા માટે વોશિંગ્ટનનો પ્રવાસ કરે તેવી સંભાવના છે. જો કે આ મંત્રણાને હાલ પૂરતી ટાળવામાં આવી હોવાનું સૂત્રો કહે છે.

નોંધનીય છે કે 6 ડિસેમ્બરના રોજ પુતિનની મોદી સાથે દ્વિપક્ષીય શિખર વાર્તા માટે ભારતની મુલાકાત લે તેવી સંભાવના છે. શિખર સંમેલનથી બે દેશોની વચ્ચે વ્યાપાર, રક્ષા અને ઉર્જાના ક્ષેત્રમાં સંબંધો વધુ આગળ વધે તેવી સંભાવના છે.