Site icon Revoi.in

હવે દેશમાં સ્પુતનિક રસીના વાર્ષિક 85 કરોડ ડોઝ બનાવાશે

Social Share

નવી દિલ્હી: કોરોનાના વધતા કહેર વચ્ચે ભારતમાં વેક્સીનેશન ડ્રાઇવને વેગવાન બનાવવામાં આવી છે અને હવે ભારતમાં રશિયાની સ્પુતનિક-5 રસીના ઉપયોગને પણ મંજૂરી મળી ચૂકી છે અને હવે તેનું આગમન થવાનું છે. ભારતમાં હવે ત્રીજી કોરોના વેક્સીન ઉપલબ્ધ બનશે.

આ દરમિયાન રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડે જાહેરાત કરી છે કે, ભારતમા સ્પુતનિક રસીના દર વર્ષે 85 કરોડ ડોઝનું નિર્માણ કરવામાં આવશે. આ રસીના રશિયામાં આવશ્યક એવા ક્લિનિકલ ટ્રાયલ થઇ ચૂક્યા છે અને ભારતમાં તેના ત્રીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે અને તેના પરિણામ સકારાત્મક છે. ભારતમાં તે ડૉ. રેડ્ડી સાથે મળીને રસી બનાવશે.

રશિયન ફંડ અનુસાર, સ્પુતનિકને વધુ વસ્તી ધરાવતા ત્રણ મોટા દેશમાં ઉપયોગ માટે મંજૂરી મળી ચૂકી છે અને ભારત મંજૂરી આપનાર 60મો દેશ બન્યો છે. રશિયાના દાવા અનુસાર, આ રસીની અસરકારકતા 91 ટકા જેટલી છે. વેક્સીનને મંજૂરી આપવાનો નિર્ણય સિમાચિહ્નરૂપ છે. કારણ કે તેના કારણે બંને દેશો વચ્ચે વ્યાપકપણ સહયોગ વિકસિત થશે.

(સંકેત)