Site icon Revoi.in

હવે ભારત વિદેશમાં કોરોના વેક્સિન નહીં મોકલે, સ્થાનિક માંગને પ્રાધાન્ય અપાશે

Social Share

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોના ફરીથી રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ભારતએ એપ્રિલના અંત સુધી ઓક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી નિકાસ કરવા પર રોક મૂકી દીધી છે. જેના પરિણામે 190 દેશોને થતી નિકાસ પર અસર થશે.

વૈશ્વિક સ્વાસ્થ્ય સંગઠનના નેતૃત્વ હેઠળ તમામ દેશોમાં રસી યોગ્ય રીતે આપવામાં આવે તેવું અભિયાન છેડાયું છે. ભારતની સૌથી મોટી રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાએ યુકે અને બ્રાઝિલ સહિતના કેટલાક દેશોમાં એસ્ટ્રાઝેનેકા રસી આપવા પર રોક મૂકી દીધી છે. ભારતે અત્યાર સુધીમાં 76 દેશોમાં કોરોના વેક્સીનના 6 કરોડ ડોઝ આપ્યા છે. જેમાં મોટા ભાગના ડોઝ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના છે.

એપ્રિલ સુધી રસીનો પુરવઠો જળવાઇ રહે અને રસીનું પ્રમાણ જાળવવા ઓછામાં ઓછી એક વધારાની રસીને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેવી ધારણા છે. વિદેશ મંત્રાલય અનુસાર ગુરુવારથી રસીની નિકાસ પર રોક લગાવાઇ છે.

મીડિયા અહેવાલ અનુસાર, જ્યાં સુધી ભારતની સ્થિતિ સ્થિર નહીં થાય ત્યાં સુધી રસીની નિકાસ ઉપર રોક યથાવત્ રહેશે.

સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા વર્તમાન સમયે વિશ્વની સૌથી મોટી રસી ઉત્પાદક કંપની છે. ત્યારે યુકે, બ્રાઝિલ, સાઉદી અરેબિયા અને મોરોક્કોમાં માટેના એસ્ટ્રાઝેનેકા શિપમેન્ટને રોકી દેવાયા છે.

(સંકેત)