Site icon Revoi.in

‘ચીને જો યુદ્વનો પ્રયાસ કર્યો તો ભારતનો જ વિજય થશે’, આર્મી ચીફનું નિવેદન

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે હજુ તણાવ ચાલી રહ્યો છે અને ચીન અનેક વાર કોઇને કોઇ કાંકરીચાળો કરી રહ્યું છે ત્યારે આર્મી ચીફ એમએમ નરવણેનું એક નિવેદન સામે આવ્યું છે.

આર્મી ચીફ જનરલ એમએમ નરવણેએ કહ્યું છે કે, જો ચીન યુદ્વ કરવાની કોશિશ કરશે તો તેમાં ભારતની જ જીત થશે. ચીન સાથે મંત્રણા ચાલી રહી છે અને ઘણી જગ્યાએ વિવાદ ખતમ થઇ ગયો હોવા છતાં LAC પર ખતરો હજુ પણ છે. બુધવારે, આર્મી ડે પહેલા, આર્મી ચીફ વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી રહ્યા હતા ત્યારે આ નિવેદન સામે આવ્યું છે.

આર્મી ચીફે ચીન પર આરોપ લગાવ્યો હતો કે, પૂર્વી લદ્દાખને અડીને આવેલી વાસ્તવિક નિયંત્રણ રેખા પરના વિવાદનું મૂળ ચીની સેનાનો મોટો મેળાવડો છે. ભલે LACના ઘણા વિવાદિત સ્થળોએ ડિસએન્ગેજમેન્ટ થઇ ગયું હોય પરંતુ હજુ પણ ડી-એસ્કેલેશન અને ડિન્ડક્શન એટલે કે ચીનના પીએલએ સૈનિકોની ગેરિસનમાં પરત જવાનું બાકી છે. જ્યાં સુધી આ ડી-એસ્કેલેશન અને ડી-ઇન્ડક્શન નહીં થાય ત્યાં સુધી LAC પર શાંતિ રહેશે નહીં.

આર્મી ચીફે વધુમાં ઉમેર્યું કે, LAC પર સ્થિતિ સ્થિર છે અને ભારતના નિયંત્રણમાં છે, પરંતુ જો પરિસ્થિતિ વધુ વણસે ને યુદ્વ લાદવાનો પ્રયાસ કરવામાં આવશે તો ભારત જ જીતશે. જો કે, તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું હતું કે, યુદ્વ એ છેલ્લો ઉપાય છે.