Site icon Revoi.in

ચીનને ભારતનો જવાબ, હવે બનાવશે અત્યાધુનિક 3 મોડેલ વિલેજ

Social Share

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે તણાવ ચાલી રહ્યો છે અને બીજી તરફ ચીન પણ પોતાની ચાલ રમીને અરુણાચલ પ્રદેશ તરફ અનેક વિસ્તારો પર કબ્જો કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે હવે તેને જડબાતોડ જવાબ આપવા માટે ભારત પણ અરુણાચલ પ્રદેશમાં સરહદ નજીક ત્રણ મોડેલ વિલેજ બનાવવાનું શરૂ કર્યું છે.

ભારત જે મોડેલ વિલેજ બનાવવા જઇ રહ્યું છે તેની વિશેષતા વિશે વાત કરીએ તો તેમાં સ્માર્ટ ક્લાસરૂમ હશે. તે ઉપરાંત હેલ્થ સેન્ટર, વિદ્યાર્થીઓ માટે સ્કૂલ, રમત ગમત માટે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ જેવી સુવિધાઓ પણ હશે. અરુણાચલ સરકાર આ પ્રકારના ગામોનું નિર્માણ કરી રહી છે.

ચીન એ રીતે પોતાની ચાલ રમી રહ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષથી ચીન આ પ્રકારના વિલેજ બનાવી રહ્યું છે. ચીન અત્યારસુધી પોતાની જ સરહદમાં આવા 600 વિલેજ બનાવી ચૂક્યું છે અને તેમાંથી 400 વિલેજ વેસ્ટર્ન સેક્ટરમાં છે.

ભારતની સરહદમાં બની રહેલા મોડેલ વિલેજમં ડિજીટલ સુવિધા તેમજ કોમ્યુનિકેશન માટે પણ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તે ઉપરાંત અહીંયા કીવી, નારંગી તેમજ અખરોટની ખેતીને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.