Site icon Revoi.in

લદ્દાખના પ્રવાસ પરથી રક્ષામંત્રીએ દુશ્મનોને આપી આ ચેતવણી

Social Share

નવી દિલ્હી: જ્યારથી પીએમ મોદીએ સર્વપક્ષીય બેઠક બોલાવી છે અને કાશ્મીરના નેતાઓ સાથે વાતચીત કરીને કાશ્મીરના વિકાસ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરી છે ત્યારથી પાકિસ્તાન રઘવાયું થયું છે. આતંકીઓ ગભરાયા છે. હવે તેઓ કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

હાલમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ લદ્દાખ પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે પાકિસ્તાનનું નામ લીધા વગર શાબ્દિક પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહે કહ્યું કે, ભારત શાંતિનો પૂજારી છે. પરંતુ શસ્ત્ર પણ ધારણ કરે છે. કોઇ દેશની એક ઇંચ જમીન પણ કબ્જાવી નથી. પરંતુ જ્યારે કોઇએ આંખ ઉઠાવી તો અમે જડબાતોડ જવાબ આપ્યો છે. કોઇની આંખ ઉંચી કરવી અમે સહન કરતા નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું પાડોશીઓનું કહું છું કે શું બેસીને કોઇ સમસ્યાનું નિરાકરણ ના આવી શકે?, જો કોઇ આક્રમક વલણ અપનાવશે તો ભારતના સૈનિકો પણ જવાબ આપશે. હું તમારી તૈયારીઓથી સંતુષ્ટ છું.

નોંધનીય છે કે, પીએમ મોદીએ 24મીએ જમ્મૂ અને કાશ્મીરના નેતાઓ સાથે દિલ્હીમાં બેઠક કરી હતી. આતંકીઓએ આ બેઠક અગાઉ 23 જૂનના રોજ CID ઇન્સપેક્ટર ડારની હત્યા કરી. બેઠક બાદ તો પાકિસ્તાન તરફી હુમલા વધી ગયા અને 26 જૂનના રોજ CRPFના કાફલા પર ફાયરિંગ કર્યું.