Site icon Revoi.in

રાજૌરીના જંગલમાં 6 આતંકીઓ ઠાર, સેનાએ ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની નિર્દયી હત્યા અંજામ આપનારા આતંકીઓ વિરુદ્વ સુરક્ષા દળોએ જડબાતોડ કાર્યવાહી કરતા રાજૌરી સેક્ટરના ગાઢ જંગલોમાં ચાલી રહેલા એન્કાઉન્ટર દરમિયાન 6 આતંકીઓને ઠાર કર્યા હતા. અગાઉ રાજૌરીના જંગલોમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના નવ સૈનિકો શહાદાત પામ્યા હતા.

પ્રાપ્ત જાણકારી અનુસાર, છેલ્લા બે કે ત્રણ મહિનાથી લશ્કર-એ-તૈયબાના 9 થી 10 આતંકીઓ પાકિસ્તાનથી રાજૌરી-પૂંછ જીલ્લાની સરહદો વચ્ચેના જંગલોમાં ઘૂસણખોરી કરી છે. છેલ્લા કેટલાક મહિનાથી આતંકીઓ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં છે.

ભારતીય સૈનિકો જ્યારે આતંકવાદીઓને પકડવા જઈ રહ્યા હતા, ત્યારે સ્થળ પર આતંકવાદીઓની હાજરી સાથે સમગ્ર વિસ્તારને ઘેરી લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી. વ્યૂહરચનામાં પરિવર્તન એ હતું કે હવે આતંકવાદીઓને છોડી દેવામાં આવ્યું હતું કે તે જીવિત રહેવા માટે નજીકના ગામોમાં રહેવા માટે જાય અને રીતે પોતાને લક્ષ્ય તરીકે રજૂ કરે.

અગાઉ ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય પોલીસ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વડાઓ સાથે બેઠક કરી હતી અને નાગરિકોની હત્યા સહિત સુરક્ષા સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. અમિત શાહે ગુપ્તચર બ્યૂરો મુખ્યાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના પરિષદના સમાપન સત્રની અધ્યક્ષતા કરી હતી અને આ સંદર્ભે વિગતવાર ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે, સોમવારે જે બેઠક યોજાઇ હતી તેમાં તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોના ડીજીપી અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વિવિધ આંતરિક સુરક્ષા પડકારોની ચર્ચા કરવામાં આવી હતી અને તેનો સામનો કરવાની રીતો પર ચર્ચા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.