- ભારતીય સેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રૂદ્રના રૂપમાં મળ્યું છે
- સૈન્યએ તેની તાકાતને પારખવા માટે રૂદ્ર ક્વચ અભ્યાસને આપ્યો અંજામ
- આ અભ્યાસ લાઇટ અટેક હેલિકોપ્ટર રૂદ્ર સ્કવાડ્રનની સાથે કરવામાં આવ્યો
નવી દિલ્હી: ભારતીય સેનાને લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રૂદ્રના રૂપમાં એક તાકાતવર હથિયાર મળ્યું છે. સેના તેની તાકાતને વારંવાર પરખતી રહે છે. ભારતીય સેનાની પશ્વિમી કમાને આ જ હેતુસર સૈન્ય અભ્યાસ રૂદ્ર ક્વચને અંજામ આપ્યો હતો. ભારતીય સેનાની પશ્વિમી કમાને પોતાના અધિકૃત નિવેદનમાં બતાવ્યું કે આ અભ્યાસ લાઇટ અટેક હેલિકોપ્ટર રૂદ્ર સ્કવાડ્રનની સાથે કરવામાં આવ્યો. રૂદ્રે ફરી એકવાર માનદંડો પૂરા કર્યા છે.
આપને જણાવી દઇએ કે ભારતીય સના પાસે અપાચે પછી રૂદ્ર એક એવુ ઘાતક હેલિકોપ્ટર છે જે વધુ ઊંચાઇના વિસ્તારોમાં પણ દુશ્મનો પર કાળ બનીને તૂટી શકે છે. ગત વર્ષે લદ્દાખની મુલાકાત લેનારા રક્ષામંત્રી રાજનાથ સિંહની સામે પણ આ અટેક હેલિકોપ્ટરનું શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ સૈન્ય અભ્યાસમાં રૂદ્રએ અપાચે સાથે સંયુક્તપણે ડમી દુશ્મનોના અનેક ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા હતા. સ્વદેશી લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર રૂદ્ર ધ્રુવ ટ્રાંસપોર્ટ હેલિકોપ્ટરનું ઉચ્ચ સંસ્કરણ છે. હિંદુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડે તેને નિર્મિત કર્યું છે.
ભારતીય સેનામાં સાંપ્રત સમયમાં 50થી વધુ રૂદ્ર લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટરોનું સંચાલન કરી રહી છે. રૂદ્રની વધુ એક ખેપ પણ નિર્માણ હેઠળ છે જે ટૂંક સમયમાં ભારતીય સેનામાં સામેલ થશે. રૂદ્ર એવું લડાકૂ વિમાન હેલિકોપ્ટર છે જે લદ્દાખ જેવા ઉચ્ચ વિસ્તારોમાં પણ ઉડાન ભરીને દુશ્મનોના છક્કા છોડાવવા માટે સક્ષમ છે. લદ્દાખમાં પણ તેની તૈનાતી કરાઇ છે. રૂદ્ર દુશ્મન પર ગોળીબાર ઉપરાંત એન્ટિ ટેક મિસાઇલથી હુમલો કરવા માટે પણ સમર્થ છે.
નોંધીય છે કે હાલમાં જ સ્વદેશી મિસાઇલો – હેલિના તેમજ ધ્રુવાસ્તનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલોને અનુક્રમે સેના અને વાયુસેનામાં સામેલ કરવામાં આવશે. રક્ષા મંત્રાલય આ મિસાઇલો સૌથી અત્યાધુનિક હોવાનો દાવો કરી રહ્યું છે. આ મિસાઇલ પ્રણાલી કોઇપણ ઋતુ કે વિષમ પરિસ્થિતિમાં કામ કરવાની કાબેલિયત ધરાવે છે.
(સંકેત)