નવી દિલ્હી: વિશ્વના અનેક દેશોમાં ફરીથી કોરોનાના નવા વેરિએન્ટ્સે માથુ ઉંચક્યું છે. જે દેશોમાંથી કોવિડનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે ત્યાં તે દેશોમાં ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવવો કે નહીં તેને લઇને ગૃહ મંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે ઉચ્ચ સ્તરીય મીટિંગ થઇ છે.
વિશ્વના અનેક દેશોમાં ઇમરજન્સી લગાવવામાં આવી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ ચિંતિત છે કારણ કે આ વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ કરતાં પણ ખૂબ ઝડપથી ફેલાઇ રહ્યો છે. એવામાં હવે ભારત સરકાર તાબડતોબ એક્શનમાં આવી છે. એક બાજુ પીએમ મોદીએ હાઇલેવલ બેઠક કરી હતી ત્યાં કેન્દ્રના અલગ અલગ મંત્રાલય પણ પૂર્વતૈયારી કરી રહ્યા છે.
જે દેશોમાંથી કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે તે દેશોમાં ફ્લાઇટ્સ બેન લગાવવો કે નહીં તે મુદ્દે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલય, સ્વાસ્થ્ય મંત્રાલય અને ઉડ્ડયન મંત્રાલય વચ્ચે હાઇલેવેલ મીટિંગ થઈ છે. આ મીટિંગ બાદ શક્યતા છે કે ટૂંક જ સમયમાં ભારતમા કોરોના વાયરસનાં નવા વેરિયન્ટને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી શકે છે.
સૂત્રોનું માનીએ તો ભારત સરકાર કડક મોનિટરિંગ કરવાના પણ પક્ષમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં કોવિડનો નવો વેરિયન્ટ મળી આવ્યો છે. જેને WHOએ ઓમીક્રોન નામ આપ્યું છે. આ વેરિયન્ટના કારણે ભયંકર સ્તર પર ફરીથી કોવિડ વાયરસ ફેલાશે તેવી ભીતિ છે. જેના કારણે સમગ્ર વિશ્લ એલર્ટ મોડ પર છે.