- કોરોનાના કેટલાક રાજ્યોમાં કેસ વધતા સરકારનો નિર્ણય
- આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર 30 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ જારી
- DGCAએ જાહેર કર્યું સર્કુલર
નવી દિલ્હી: કોરોના મહામારી સામેની જંગમાં સમગ્ર દેશમાં ઝડપી ગતિએ રસીકરણ થઇ રહ્યું છે. કેટલાક પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવી છે. જો કે કેટલાક દેશ તેમજ ભારતના કેટલાક જીલ્લામાં સંક્રમણના કેસ ફરી વધી રહ્યા છે. સ્થિતની ગંભીરતાને ધ્યાનમાં રાખતા હવે સરકારે એકવાર ફરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર લગાવાયેલા પ્રતિબંધને જારી રાખવાનો નિર્ણય લીધો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, સ્થિતિની ગંભીરતાને જોતા સરકારે કૉમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની અવર જવર પર લાગેલી રોકને 30 સપ્ટેમ્બર સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. DGCAએ રવિવારે આ સંબંધિત એક સર્કુલર જારી કરતા આની જાણકારી આપી છે.
આ સર્કુલર અનુસાર આ પ્રતિબંધ માત્ર પેસેન્જર્સ ફ્લાઇટ પર જારી રહેશે. આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ પ્રભાવિત થશે નહીં. આ ઉપરાંત, DGCA તરફથી જે રૂટ્સ પર ફ્લાઇટને મંજૂરી મળી છે તેની પર આ નિયમ લાગૂ થશે નહીં. કેટલીક ચુનંદા રૂટ પર પહેલાથી જ શેડ્યુલ કરવામાં આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પહેલાની જેમ પોતાની ફ્લાઇટ જારી રાખી શકાશે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સરકારે ગત 23 માર્ચ 2020થી આંતરરાષ્ટ્રીય પ્રતિબંધ લગાવ્યો હતો ત્યારથી અત્યારસુધી આ પ્રતિબંધ જારી છે. જો કે કેટલાક સમય પહેલા કોરોનાના કેસ ઘટતા સરકારે થોડી રાહત આપતા આંતરરાષ્ટ્રીય કાર્ગો વિમાનની અવરજવર સાથે કેટલાક રૂટ્સ પર પેસેન્જર વિમાનના સંચાલનની પરવાનગી આપી છે.