(મિતેષ સોલંકી)
- National Internet Exchange અંતર્ગત ઈલેક્ટ્રોનિક અને સૂચના પ્રૌધ્યોગીકી મંત્રાલય દ્વારા ત્રણ નવા અભિયાન શરૂ કરવામાં આવ્યા જે અનુક્રમે – NIXI એકેડમી, IP ગુરુ and NIXI-IP-INDEX તરીકે ઓળખાય છે.
- IP ગુરુ જે IPv6 તરીકે પણ ઓળખાય છે તે પોતાની સેવા તદ્દન મફત આપે છે.
- IP ગુરુ MeIT અને ટેલિકોમ વિભાગનું સંયુક્ત આયોજન છે.
- NIXI-IP ઇંડેક્સ ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં સમુદાય માટે જ ખાસ તૈયાર કરવાં આવેલ છે. આ પોર્ટલ પર IPv6 કેટલી હદે ભારતમાં તેમજ વિશ્વમાં સ્વીકારવામાં આવેલ છે તે દર્શાવે.
- NIXI એકેડમી ટેકનિકલ તેમજ નોન ટેકનિકલ લોકોને તાલીમ આપવા માટે વિશેષ રીતે સ્થાપવામાં આવેલ તાલીમ કેન્દ્ર છે. NIXI એકેડમી મુખ્યત્વે ટેકનિકલ શિક્ષણ આપશે જેમ કે IPv6 કારણ કે IPv6 જેવી બાબતો સામાન્ય શિક્ષણ સંસ્થાઓમાં આપવામાં આવતું નથી.
- IPv6 વિષે
- IP એટલે ઇન્ટરનેટ પ્રોટોકોલ.
- IPv6 જાહેર નેટવર્કમાં માહિતી પહોંચાડવા અંગેના નિયમો નક્કી કરે છે.
- IPv6 વર્તમાન સમયમાં સૌથી આધુનિક છે તેથી તેને IPng પણ કહે છે. (Ng એટલે Next )
- NIXI એક બિનનફાકારક સંસ્થા છે જેની સ્થાપના વર્ષ-2003માં થઈ હતી.
- NIXIનો મુખ્ય હેતુ ભારતમાં ઇન્ટરનેટ સંબંધિત આંતરમાળખાકીય સુવિધાનો વિકાસ કરવાનો છે.