- વિદેશ જનારા માટે જરૂરી સમાચાર
- હવે પાસપોર્ટને લગતા નિયમો બદલાઇ ગયા
- અહીંયા આપેલી રીતથી પાસપોર્ટ સાથે વેક્સિન સર્ટિફિકેટ લિંક કરો
નવી દિલ્હી: વૈશ્વિક મહામારીનો કહેર હવે સમગ્ર વિશ્વમાં ઓછો થઇ રહ્યો છે. હવે કોરોનાનું સંક્રમણ ઓછું થઇ રહ્યું છે ત્યારે ધીમે ધીમે જન-જીવન પાટા પર આવી રહ્યું છે. લોકો દેશ-વિદેશમાં ફરવા જઇ રહ્યા છે. જો કે કેટલાક દેશોમાં હજુ પણ પર્યટકો માટે પ્રવેશ પ્રતિબંધિત છે પરંતુ કેટલાક દેશોએ પર્યટકો માટે પોતાની બોર્ડર ખોલી દીધી છે. ઘણા દેશોએ કોવિડ વેક્સિન સર્ટિફિકેટને અનિવાર્ય કર્યું છે.
જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારું કોરોના વેક્સિન સર્ટિફિકેટ, પાસપોર્ટ સાથે લિંક કરાવવું પડશે. તમે પોતાના કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટને પાસપોર્ટ સાથે કેવી રીતે લિંક કરાવી શકો છો એ અમે આપને જણાવીશું.
આ સ્ટેપ્સ ફોલો કરો
તેના માટે તમે સૌથી પહેલાં કોવિનની ઓફિશિયલ વેબસાઇટ www.cowin.in પર વિઝિટ કરો.
તેમાં લોગિન કર્યા બાદ તમે હોમપેજ પર સપોર્ટ ઓપ્શન પર ક્લિક કરો.
સપોર્ટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ તમને અહીં ત્રણ ઓપ્શન મળશે. હવે તમે ‘certificate corrections’ પર ક્લિક કરો.
હવે તમે ‘Raise an issue’ ઓપ્શન પર ક્લિક કરો.
‘Raise an issue’ પર ક્લિક કર્યા બાદ તમે Add Passport details પર ક્લિક કરો.
ત્યારબાદ તમે જે વ્યક્તિના પાસપોર્ટ વડે વેક્સીનેશનની ડિટેલ્સને એડ કરવા માંગો છો, તેનું નામ અને પાસપોર્ટ નંબર ભરો.
એકવાર ડિટેલ્સ સબમિટ કર્યા બાદ તમને તમારા રજિસ્ટર્ડ નંબર પર મેસેજ આવશે.
ત્યારબાદ કોવિન એપ વડે તમારું વેક્સીન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો.
તેમાં તમારા પાસપોર્ટની ડિટેલ્સ અપડેટ થશે.
તમે તમારા પાસપોર્ટ સાથે કોવિડ સર્ટિફિકેટને જલ્દી લિંક કરાવી લો જેથી કરીને વિદેશ યાત્રા દરમિયાન કોઇ વિધ્ન ના આવે. જો તમે પણ વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે તો તમે આ સ્ટેપ્સને ફોલો કરીને પાસપોર્ટને વેક્સિન સર્ટિફિકેટ સાથે લિંક કરી શકો છો.
તમે તમારા પાસપોર્ટ સાથે કોરોના સર્ટિફિકેટને ફટાફટ લીંક કરાવી લો, જેથી તમને તમારી વિદેશ યાત્રા માટે કોઇ સમસ્યા ન થાય. જો તમે પણ કોરોના વેક્સીનના બંને ડોઝ લઇ લીધા છે તો તમે કેટલાક સ્ટેપ્સને ફોલો કરીને એકદમ સરળતાથી પોતાના કોરોના વેક્સીનના સર્ટિફિકેટને પોતાના પાસપોર્ટ સાથે લિંક કરી શકો છો.