- ઉત્તરાખંડમાં મેંઘતાડવ યથાવત્
- અનેક ગામોમાં પૂરની સ્થિતિ
- લોકોને સલામત સ્થળે ખસેડાયા
નવી દિલ્હી: ઉત્તરાખંડમાં મેઘતાંડવને કારણે ઠેર ઠેર તારાજીના દૃશ્યો સર્જાયા છે. મૂશળધાર વરસાદને કારણે પીલીભીત અને શાહજહાંપૂરમાં પૂરની સ્થિતિ ઉભી થઇ છે. તે ઉપરાંત ઉત્તરપ્રદેશની રામગંગા અને કોસી નદીઓના પાણીમાં પણ વધારો થયો છે. પાણી છોડવાની ફરજ પડી છે. રામગંગા કિનારે આવેલ તમામ ગામોના લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવા માટે એલર્ટ કરાયા છે. બહેરીના 25 ગામોમાં પૂરની સ્થિતિ છે.
ખાસ કરીને ઉત્તરાખંડના પીલીભીતમાં સ્થિતિ વણસી છે. આ જીલ્લાના મોટા ભાગના ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે. અહીંની દેવહા નદીનું પાણી છોડવામાં આવતા આસપાસના ગામોમાં પૂરના પાણી ફરી વળ્યાં છે. આસમાની આફતથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, બરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ નીતિશ કુમાર અને એસએસી રોહિત સિંહ સજવાએ બહેરીમાં અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે SDM અને તહસીલદારને અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમ મોકલવાનો નિર્દેશ આપ્યો અને વરસાદથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવાના આદેશ કર્યા હતા.
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બહેરીના અસરગ્રસ્ત ગામોનું નિરીક્ષણ કરવા આવેલા CMO ડો. બલબીર સિંહે જણાવ્યું હતું કે, ઘણા ગામોમાં પાણી ઘુસી ગયું છે અને તેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. ગામોમાં પાણી ભરાવાના કારણે ચેપી રોગો ફેલાવાની સંભાવનાને જોતા સ્થાનિક સીએચસી, પીએચસી અને આરોગ્ય કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.