Site icon Revoi.in

કોરોનાના કહેર બાદ દેશના આ પ્રખ્યાત મંદિરમાં ભક્તો માટે પ્રવેશબંધીનો નિર્ણય

Social Share

નવી દિલ્હી: દેશમાં ફરીથી કોરોનાનો વ્યાપ ઝડપી ગતિએ વધી રહ્યો છે. રોજના 1 લાખ કેસ આવી રહ્યા છે ત્યારે હવે ઘણા મંદિરોમાં ભક્તો માટે ફરીથી પ્રવેશબંધી કરવામાં આવી રહી છે.

દેશમાં કોવિડના સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને જગન્નાથ મંદિર તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તંત્રએ મંદિરને ભક્તો માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. દેશમાં સતત વધતા કેસ અને બીજી તરફ મંદિરમાં જોવા મળી રહેલી ભીડભાડથી સંક્રમણ વધવાની આશંકા હોવાથી તંત્રએ તાબડતોબ આ નિર્ણય લીધો છે.

મહત્વનું છે કે, ઓડિશામાં સ્થિત જગન્નાથ મંદિર એ દેશભરના શ્રદ્વાળુઓ માટે આસ્થા અને શ્રદ્વાનું પ્રતિક છે. અહીંયા દેશભરમાંથી દર વર્ષે લાખો ભાવિકો ઉમટી પડે છે. જેને કારણે આ વર્ષે સંક્રમણ વધવાની પણ સંભાવના રહેલી છે. સંક્રમણને કાબૂમાં લેવા માટે મંદિર પ્રશાસને આ મહત્વનો નિર્ણય કર્યો છે.

મંદિર 10 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી ભાવિકો માટે બંધ રહેશે. ઓડિશામાં કોરોના કેસની વાત કરીએ તો શુક્રવારે એક જ દિવસમાં કોરોનાના 2703 કેસ સામે આવ્યા હતા.

દેશમાં શનિવારે પ્રથમ વખત માત્ર 24 કલાકમાં 1 લાખ 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. 7 મહિના બાદ સતત બીજા નવા કેસ 1 લાખથી વધારે મળ્યા છે. શુક્રવારે સમગ્ર દેશમાં 1 લાખ 17 હજાર નવા કેસ સામે આવ્યા હતા.

જો કે નવા કેસમાં વધારા સામે મોતના આંકડા ઘણા ઓછા છે. શુક્રવારે દેશભરમાં 129 લોકોનાં મોત થયા છે. જ્યારે ગત કેટલાક ડેટાને જોડીને આંકડા 283 જોવા મળી રહ્યા છે. સૌથી વધારે મહારાષ્ટ્રમાં 40,925 નવા કેસ સામે આવ્યા છે. આ આંકડા ગત 238 દિવસમાં સૌથી વધારે છે.