Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીરમાં લઘુમતીઓ પર લક્ષિત હુમલાનો મામલો, 570 શંકાસ્પદોની અટકાયત

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી લઘુમતીઓને નિશાન બનાવીને અનેક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે સુરક્ષા દળોએ અસામાજિક તત્વો સામે મોટા પાયે કાર્યવાહી કરતા 70 યુવાનોની અટકાયત કરી છે. આ સાથે જ સમગ્ર કાશ્મીરમાં કુલ 570 લોકોની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, જમ્મૂ કાશ્મીર પોલીસ દ્વારા કેટલાક પથ્થરબાજો અને અન્ય અસામાજીક તત્વોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેન્દ્રએ ગુપ્તચર બ્યુરોના એક ઉચ્ચ અધિકારીને આતંકવાદીઓ સામે ઑપરેશનનું સંકલન કરવા માટે શ્રીનગર મોકલ્યો છે.

જમ્મૂ કાશ્મીરમાં લઘુમતીઓ પર લક્ષિત હુમલાની વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસમાં માર્યા ગયેલા 6 નાગરિકોમાંથી 4 લઘુમતી સમુદાયના હતા અને છ ઘાટીને મુખ્ય શહેરી કેન્દ્ર શ્રીનગરના હતા. એક સરકારી શાળાના મહિલા શિક્ષક ઉપરાંત એક શિક્ષકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે ઉપરાંત કાશ્મીરી પંડિત અને શ્રીનગરની ફાર્મસીના માલિક માખન લાલ બિંદુની પણ હત્યા કરી દેવાઇ હતી.

નોંધનીય છે કે, વર્ષ 2021માં અત્યાર સુધીમાં આતંકીઓ દ્વારા કુલ 28 નાગરિકોને મોતને ઘાટ ઉતારાયા છે. માર્યા ગયેલા 28માંથી પાંચ સ્થાનિક હિંદુ અથવા શીખ સમુદાયના હતા અને બે બિન સ્થાનિક હિંદુ મજૂરો હતા.