Site icon Revoi.in

જમ્મૂ કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીનો પાસપોર્ટ નહીં થાય અપડેટ, પોલીસે કર્યો ઇનકાર

Social Share

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તી મુશ્કેલીમાં મૂકાયા છે. હકીકતમાં, જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીના પાસપોર્ટને મંજૂરી આપવાનો રાજ્ય પોલીસે ઇનકાર કરી દીધો છે.

આ મામલે મુફ્તીએ કહ્યું કે, પાસપોર્ટ કાર્યાલયે રાજ્યની સીઆઇડીના રિપોર્ટના આધારે મને પાસપોર્ટ ઇસ્યૂ કરવાની ના પાડી દીધી છે. રિપોર્ટમાં કારણ અપાયું છે કે તેનાથી સુરક્ષા માટે ખતરો પેદા થશે. એક પૂર્વ મુખ્યમંત્રીનો પાસપોર્ટ એક શક્તિશાળી દેશ માટે કેવી રીતે ખતરો બની શકે તેની મને નવાઇ લાગે છે.

મુફતીનો પાસપોર્ટ 31 મે,2019ના રોજ પૂરો થતો હતો પણ એ પછી તેમણે પાસપોર્ટ અપડેટ માટે અરજી કરી હતી. જોકે તેમને હજી પાસપોર્ટ આપવામાં આવ્યો નથી.મુફતીએ જમ્મુ કાશ્મીર હાઈકોર્ટમાં આ આ માટે અપીલ કરી છે.જેમાં કહેવાયુ છે કે મારા પાસપોર્ટ અપડેટની પ્રક્રિયા પાસ પોર્ટ ઓફિસ દ્વારા પૂરી કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે રાજ્યમાંથી કલમ 270 હટાવી ત્યારે મહેબૂબા મુફતીને પણ બીજા નેતાઓની જેમ નજરકેદ કરવામાં આવ્યા હતા. 14 મહિના બાદ ગત નવેમ્બરમાં તેમને છોડવામાં આવ્યા હતા.

(સંકેત)