Site icon Revoi.in

કાળીયાર શિકાર કેસ: સલમાન ખાનની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી

Social Share

જોધપુર: કાળિયાર શિકાર અને આર્મ્સ એક્ટ કેસમાં ફિલ્મ એક્ટર સલમાન ખાનની અરજી પર શુક્રવારે સુનાવણી થશે. સલમાન કોર્ટમાં વ્યક્તિગત રૂપથી ઉપસ્થિત થવાની જગ્યાએ વર્ચ્યુઅલી ઉપસ્થિત થવા ઇચ્છે છે, જેથી તે મુંબઇથી સીધો કોર્ટમાં તેની હાજરી આપી શકે. આ માટે ગુરુવારે તેણે વકીલનાં માધ્યમથી હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેનાં પર હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશની પીઠ સુનાવણી કરશે.

ગુરુવારે સલમાન ખાન તરફથી અરજી રજૂ કર્યા બાદ હાઇકોર્ટે આ મામલે રાજ્ય અને કેન્દ્ર સકરકારને નોટિસ જારી કરી જવાબ માંગ્યો હતો. કાળીયાર શિકાર એવં આર્મ્સ એક્ટ મામલે સલમાનને 6 ફેબ્રુઆરીનાં જિલ્લા અને સેશન્સ જિલ્લા જોધપુર કોર્ટમાં હાજર રહેવાનું છે. પણ સલમાન ખાન કોર્ટમાં હાજર રહેવાની માંગ લઇને હાઇકોર્ટ પહોંચી ગઇ છે. આ મામલે હાઇકોર્ટમાં શું નિર્ણય લેવામાં આવે છે. તે આ કેસમાં મિશાલ બની શકે છે.

હાઇકોર્ટમાં આ સંબંધિત અરજી રજૂ કરતાં સલમાનનાં વકીલ હસ્તીમલ સારસ્વતે ખંડપીઠને જણાવ્યું કે, કોરોનાને કારણે તેમનાં ક્લાયન્ટને જોધપુર કોર્ટમાં હાજર ન રહેવાની મંજૂરી આપો. અને વર્ચ્યુઅલી હાજરી આપવાની અનુમતિ આપવામાં આવે. જે બાદ મુખ્ય ન્યાયાધીશ ઇંદ્રજીત મહંતી અને ન્યાાયધીસ મનોજ કુમાર ગર્ગની ખંડપીઠે રાજ્ય અને કેન્દ્ર સરકારને પોતાનો પક્ષ રજૂ કરવાં કહ્યું હતું.

આ મામલે સલમાનખાન કોર્ટથી અત્યાર સુધીમાં 17 વખત હાજરી માફી લઇ ચૂક્યો છે. અને જિલ્લા અને સેશન્સ કોર્ટમાં હાજરી માટે 6 ફેબ્રુઆરીનાં ફરી કોર્ટમાં રજૂ થવાનો છે આ વખતે સલમાનને હાજરી માફી મળવાની સંભાવના ઓછી છે. તેથી સલમાન હવે હાઇકોર્ટની શરણમાં પહોચ્યો છે.

(સંકેત)