1. Home
  2. ગુજરાતી
  3. આબાદ બચાવ: પહાડ પરથી પત્થરો પડતા કન્નૂર-બેંગ્લુરુ ટ્રેન આવી ઝપેટમાં, જો કે દરેક મુસાફરો સુરક્ષિત
આબાદ બચાવ: પહાડ પરથી પત્થરો પડતા કન્નૂર-બેંગ્લુરુ ટ્રેન આવી ઝપેટમાં, જો કે દરેક મુસાફરો સુરક્ષિત

આબાદ બચાવ: પહાડ પરથી પત્થરો પડતા કન્નૂર-બેંગ્લુરુ ટ્રેન આવી ઝપેટમાં, જો કે દરેક મુસાફરો સુરક્ષિત

0
Social Share
  • આજે કર્ણાટક પાસે મોટી દુર્ઘટના ટળી
  • પહાડ પરથી પત્થરો પડતા ટ્રેન ઝપેટમાં આવી
  • જો કે કોઇ જાનહાનિ થઇ નથી

નવી દિલ્હી: આજે કર્ણાટકમાં એક મોટી દુર્ઘટના થતા ટળી હતી. અહીંયા 3.50 વાગે પહોડો પરથી કેટલાક પથ્થરો રેલના પાટા પર પડ્યા હતા. તેને કારણે 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારના રોજ લગભગ 3.50 વાગે પહાડો પરથી કેટલાક પથ્થરો રેલના પાટા પર પડી રહ્યા હતા. જો કે તેનાથી કોઇ મોટી દુર્ઘટના નહોતી થઇ પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલી કન્નૂર બેંગ્લુરુ એક્સપ્રેસ ટ્રેન તેની ઝપેટમાં આવી ગઇ હતી. અચાનક પત્થરો પડતા આ એક્સપ્રેસ ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. તે ઘટના બેંગ્લુરુ મંડળન ટોપ પુરુ સિંવદીની વચ્ચે થયો. જો કે સદ્ભાગ્યે ટ્રેનમાં સવાર તમામ 2348 મુસાફરો સુરક્ષિત છે.

ટ્રેનમાં જ્યારે મુસાફરો સવાર હતા ત્યારે 4 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. શરૂઆતમાં કોઇને ખ્યાલ ના આવ્યો. પરંતુ થોડાક સમય બાદ ખબર પડી કે ટ્રેન પડતા પત્થરોની ઝપેટમાં આવી ગઇ છે. દક્ષિણ પશ્વિમ રેલવે વિભાગ અનુસાર ટ્રેન નંબર 07390 કન્નૂર બેંગ્લુરુ એક્સપ્રેસ આજે ઘટનાનો ભોગ બની છે. જેમાં ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. ડૉક્ટરો અને રેસ્ક્યૂ ટીમને રવાના કરાઇ છે. જો કે સદ્ભાગ્યે કોઇ જાનહાનિ થઇ નથી.

રેલવે વિભાગે આ માટે હેલ્પલાઇન નંબર જારી કર્યો છે જે નીચે અનુસાર છે.

HELPLINE numbers for assistance Hosur- 04344-222603 Dharmapuri- 04342-232111 Bangalore- 080-22156554

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code