Site icon Revoi.in

પ્રથમ વખત વિશ્વના સૌથી તીખા મરચાંની ભારતથી લંડન કરાઇ નિકાસ, પીએમ મોદીએ પણ આપ્યું આ નિવેદન

Social Share

નવી દિલ્હી: વિશ્વના સૌથી તીખા મરચા એટલે કે નાગાલેન્ડના કિંગ ચીલ એટલે કે ભૂત ઝોલકિયા તરીકે ઓળખાતા મરચાંની પ્રથમ વખત લંડન નિકાસ કરવામાં આવી છે. તેની પહેલી ખેપ લંડન પહોંચી ચૂકી છે. તે વિશ્વના સૌથી તીખા મરચાં તરીકે પ્રખ્યાત છે.

વાણિજ્ય મંત્રાલયે ટ્વીટ મારફતે જાણકારી આપી હતી કે, રાજા મરચાંની પહેલી ખેપ, જેને કિંગ ચિલી કે ભૂત ઝોલકિયા પણ કહેવામાં આવે છે તે આજે નાગાલેન્ડથી લંડન પહોંચ્યા છે. આ નિકાસ ખેપ ગુવાહાટીથી થઇને પ્રથમ વખત લંડન મોકલવામાં આવી છે.

આ અંગે પીએમ મોદીએ પણ ખુશી વ્યક્ત કરતા ટ્વીટ કરી છે કે, શાનદાર સમાચાર! જે લોકોએ ભૂત ઝોલકિયા ખાધા છે, માત્ર તેઓને જ ખબર છે કે તે કેટલા તીખા હોય છે.

તેને Scoville હીટ યુનિટ (SHUs)ના આધાર પર વિશ્વના સૌથી તીખા મરચાં માનવામાં આવે છે. લંડન મોકલવામાં આવનારી મરચાંની ખેપને નાગાલેન્ડના પેરેન જિલ્લાના તેનિંગ વિસ્તારમાંથી મંગાવવામાં આવી હતી અને તેને ગુવાહાટીમાં કૃષિ અને પ્રસંસ્કૃત ખાદ્ય નિર્યાત વિકાસ ઓથોરિટી (APEDA)ના સહયોગવાળા પેકહાઉસમાં પેક કરવામાં આવ્યા હતા. નાગાલેન્ડના આ પ્રખ્યાત મરચાંને ભૂત ઝોલકિયા કે ઘોસ્ટ પેપર કહે છે. 2008ના વર્ષમાં તેને જીઆઈ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.

APEDAએ નાગાલેન્ડ સ્ટેટ એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડના સહયોગથી તાજા કિંગ ચિલીની પહેલી ખેપ નિકાસ ખેપ તૈયાર કરી હતી. બંને સંસ્થાઓના સમન્વયથી જૂન અને જુલાઈ 2021માં આ મરચાંના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને તેના પરિણામો ઉત્સાહજનક રહ્યા કારણ કે તેને ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ મરચાં જલ્દી ખરાબ થનારી પ્રકૃત્તિ ધરાવે છે માટે તેની નિકાસ કરવી એક પડકાર હતો. કિંગ ચિલી Solanaceae પરિવારના જીન્સ કેપ્સિકમ પ્રજાતિ સાથે સંકળાયેલા છે.