1. Home
  2. ગુજરાતી
  3. લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ, આ એક સુનિયોજીત ષડયંત્ર હતું
લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ, આ એક સુનિયોજીત ષડયંત્ર હતું

લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ઘટસ્ફોટ, આ એક સુનિયોજીત ષડયંત્ર હતું

0
Social Share
  • લખીમપુર હિંસા મામલે SITનો ચોંકાવનારો ખુલાસો
  • ષડયંત્ર હેઠળ વારદાતને અંજામ અપાયો
  • આ એક સુનિયોજીત ષડયંત્ર હતું: SIT

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશનમા લખીમપુરમાં થયેલી હિંસાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા અને આ ઘટનાની તપાસ SITને સોંપવામાં આવી હતી ત્યારે હવે SITએ તપાસ દરમિયાન એક મોટો ઘટસ્ફોટ કર્યો છે. SITના રિપોર્ટ અનુસાર, લખીમપુર હિંસા એક સુનિયોજીત ષડયંત્ર હતું. આ કોઇ દુર્ઘટના ન હતી. આ હત્યાનો સમજી વિચારીને રચાયેલા ષડયંત્ર સંલગ્ન મામલો છે. આપને જણાવી દઇએ કે હવે, હિંસા કેસમાં દુર્ઘટનાની કલમ હટાવી દેવામાં આવી છે અને તેને સ્થાને આઇપીસીની કલમ 120બી, 307, 34 અને 326 વધારવામાં આવી છે.

અત્યારે SIT તેમજ યુપી સરકારનું આયોગ આ ઘટનાની તપાસ કરી રહ્યું છે. હજુ બંનેનો અંતિમ રિપોર્ટ આવવાનો બાકી છે. SIT તરફથી સીજીએમ કોર્ટમાં એક પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો છે. જેમાં કલમો બદલાવા જણાવાયું છે કારણ કે આ વારદાતને મારી નાખવાની નિયતથી અંજામ આપવામાં આવ્યો હતો. આ ઘટના સુનિયોજીત કાવતરું હતું.

લખીમપુર હિંસા મામમલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેની  (Ajay Mishra Teni) ના પુત્ર આશીષ મિશ્રા આરોપી છે. તે હાલ જેલમાં બંધ છે. પોલીસની પૂછપર બાદ તેની ધરપકડ થઈ હતી. બીજી બાજુ અજય મિશ્રા ટેનીએ દાવો કર્યો હતો કે તેમનો પુત્ર આશીષ મિશ્રા ઘટનાસ્થળે હાજર નહતો. તે ઘટનાસ્થળથી દૂર હતો.

મહત્વનું છે કે, લખીમપુર હિંસા મામલે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશીષ મિશ્રા આરોપી છે. તે હાલમાં જેલમાં જ બંધ છે. પોલીસની પૂછપરછ બાદ તેની ધરપકડ થઇ હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code